Published By : Patel Shital
- શહેરના મોઢેશ્વરી હોલ ખાતે સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાદપ્રક્ષાલનમાં અનુસૂચિત જાતિના લોકોનું પાદુકા પૂજન…
- ભરૂચ ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ, આગેવાનો અન્ય પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ બાબા સાહેબના સામાજિક જીવન મૂલ્યો કર્યા ઉજાગર…
ભરૂચમાં ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ મહાનુભવોએ 51 દલિત પરિવારોના પગ ધોઈ પૂજા કરી સામાજિક સમરસતાનો અનોખા સંદેશા સાથે સાચી અંજલિ આપી હતી.
શહેરના લિંક રોડ સ્થિત મોઢેશ્વરી ભવન ખાતે આજે બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિએ અનોખો કાર્યક્રમ આયોજિત કરાયો હતો.
સમન્વય ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વાલ્મિકી સમાજના વડીલો, ભાઈઓ, માતાઓ, બહેનો અને યુવાનોના પાદપ્રક્ષાલન પાદુકા પૂજનનો કાર્યક્રમ યોજવમાં આવ્યો હતો.
કાર્યક્રમમાં અનુસૂચિત જાતિના 51 લોકોના પાદુકા પૂજન કરવા માટે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભાજપા જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ, ફતેસંગ ગોહિલ, કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા તેમજ સમન્વય ચેરીટેબલના મુકતાનંદ સ્વામી, નિરવ પટેલ, ગિરીશ શુક્લ હાજર રહ્યા હતાં.
મહાનુભવો અને શહેરના પ્રતિષ્ઠિત વ્યક્તિઓએ 51 અનુસૂચિત જાતિના લોકોના પગ ધોઈ તેઓનું પૂજન કરી માન, સન્માન તેમજ બહુમાન આપ્યું હતું. મહાનુભવો દ્વારા પગ ધોવામાં આવતા દલિતો પણ ભાવુક થઈ ગદગદિત થઈ ઉઠ્યા હતા. સામાજિક સમરસતાનું અને ડો. બાબા સાહેબના જીવન મૂલ્યની તેમની જન્મ જયંતિએ આ અમૂલ્ય ભેટ હોવાનો સંદેશો આ કાર્યકમ થકી અપાયો હતો.