Sunday, April 20, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeAnkleshwarભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવેનો OHE કબેલ તૂટયો, અઢી કલાકથી મુંબઈ-વડોદરા વચ્ચે ટ્રેન વ્યવહાર...

ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવેનો OHE કબેલ તૂટયો, અઢી કલાકથી મુંબઈ-વડોદરા વચ્ચે ટ્રેન વ્યવહાર ઠપ, 38 થી વધુ ટ્રેનો પ્રભાવિત

  • રાતે 8 કલાકે 25,000 વોલ્ટનો મુખ્ય ડાઉનલાઈનનો કેબલ તૂટ્યો હોવાની જાણ અજમેર ટ્રેનના ગાર્ડે આપી
  • તેજસ એક્સપ્રેસ ટ્રેન ભરૂચ ખાતે રોકાઈ, અગસ્તક્રાંતિ, મડગાવ રાજધાની સહિતને અસર

અંકલેશ્વર – ભરૂચ વચ્ચે ઓવરહેડ કેબલ તૂટી પડતા મુખ્ય ડાઉન લાઈન મુંબઈ-અમદાવાદ-દિલ્હી વચ્ચેનો ટ્રેન વ્યવહાર 2.30 કલાકથી ઠપ થઈ ગયો છે.દિવાળીના તહેવારો અને વેકેશન વચ્ચે જ આજે સોમવારે રાતે 8 કલાકે અંકલેશ્વર – ભરૂચ રેલવે સેક્શન વચ્ચે 25000 વોટનો ઓવર હેડ કેબલ તૂટી પડતા ડાઉન લાઈનનો ટ્રેન વ્યવહાર સ્થગિત થઈ ગયો છે.

ટ્રેન નંબર 12989 દાદર-અજમેર સુપરફાસ્ટ ટ્રેનના ગાર્ડે 7 કલાક અને 58 મિનિટે OHE કેબલ બ્રેક થયો હોવાની જાણકારી આપતા પશ્ચિમ રેલવે વડોદરા ડિવિઝનનો સ્ટાફ સમારકામ માં જોતરાઈ ગયું હતું.ઘટનાને લઈ મુંબઈ તરફથી અમદાવાદ અને દિલ્હી જતો ટ્રેન વ્યવહાર અટકી જતા ભરૂચ ખાતે તેજસ એક્સપ્રેસને અઢી કલાકથી અટકાવી રાખવામાં આવી છે.

વડોદરા ડિવિઝન અને ભરૂચ અંકલેશ્વર દ્વારા OHE વાન સાથે મેઇન્ટેનન્સ કાફલાને મોકલી તૂટી ગયેલા ઓવરહેડ કેબલને દુરસ્ત કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. જોકે ઘટનાને લઈ મુંબઈ તરફથી આવતી અને વડોદરા દિલ્હી , અમદાવાદ જતી રાતની 38 જેટલી ટ્રેનો તેના સમય કરતાં વિલંબિત થવાની રેલવે એ શકયતા વ્યક્ત કરી છે. મુખ્ય ડાઉન લાઈનમાં 38 જેટલી ટ્રેનોને અસર થતા 35 હજારથી વધુ મુસાફરોને વેકેશનમાં મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

બોક્સ : પ્રભાવિત થનારી ડાઉન લાઈનની ટ્રેનો

DOWN TRAINS AT BHARUCH

1.     22929 (Dadar – Vadodara)

2.     20909 (Kochuveli – Porbander)               

3.     12989 (Dadar- Ajmer)

4       82901 (Mumbai Central – Ahmedabad Tejas)

5.     20907 (Bandra Bhuj Sayaji)

6.      14708 (Dadar – Bikaner)

7.      12951 (Mumbai – New Delhi Rajdhani)

8.     20819 (PURI-OKHA)      

9.      12953 (Mumbai – Nizamuddin Aug Kranti)

10.     22963 (Bandra – Bhavnagar )

11.     22933 (Bandra – jaipur)

12.     16502 (yeshwantpur – Ahmedabad)

13.     19417 (Mumbai -Ahmedabad  M/Exp.)

14.      22955 (Bandra- BHUJ Kutch Exp.)             

15.      20955 (Surat-Mahuva)  

16.      12903 (Mumbai – Amritsar Golden Temple)

17.       22413 (Nizamuddin-Madgaon Rajdhani)

18.        12955 (Mumbai – Jaipur)

19.       22943 (Daund -Indore)

20.        12971 (Bandra -Bhavnagar )

21.        12909 (Madras- Ektanagar)

22         12977 (Ernakulam-Ajmer Marusagar)     

23.        22927 (Bandra-Ahmedabad Lokshakti)

24.       12961 (Mumbai-Indore Avantika)

25.          14702 (Bandra -Shri Ganganagar Aravali)

26.          22945 (Mumbai-OKHA Saurashtra)          

27.          12901 (Dadar-Ahmedabad  Guj. Mail)    

28.          16534 (SBengaluru-Jodhpur)

29.          22909 (Mumbai -New Delhi Duronto)

30.          12267 (Mumbai -Jamnagar Duronto)

31.          19037 (Bandra – Barauni)

32.          12298 (PUNE-Ahmedabad Duronto)       

33.          11092 (PUNE-BHUJ)       

34.          12927 (Dadar-Ektanagar)

35.          22923 (Bandra -Jamnagar)          

 36.    (Santragachi-porbandar)

37.    19019 (Bandra-Haridwar Dehradun)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!