Published By : Patel Shital
- તમામ રાજકીય પક્ષો, સમાજ, સંગઠનો, સંસ્થાએ બંધારણના ઘડવૈયાને અર્પી આદરાંજલિ…
- પ્રતિમાને ફુલહાર, રેલી સહિતના કાર્યકમો યોજાયા…
બંધારણના ઘડવૈયા ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ભરૂચ, અંકલેશ્વર શહેર સહિત જિલ્લામાં ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.
ભરૂચ શહેરમાં સ્ટેશન સ્થિત ડો. બાબા સાહેબની પ્રતિમાને વિવિધ રાજકીય પક્ષો, સંગઠનો, સમાજ અને સંસ્થાઓ દ્વારા ફુલહાર અર્પણ કરાયા હતા. સાંસદ મનસુખ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રણા, રમેશ મિસ્ત્રી, દુષ્યંત પટેલ, જિલ્લા પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, રાજેન્દ્ર સુતરિયા દ્વારા પુષ્પાંજલિ અપાઈ હતી.
જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ કાર્યાલય ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે કેપ કાપી ઉજવણી કરાઈ હતી. તેઓની પ્રતિમાને હરેશ પરમાર, રાજેન્દ્રસિંહ રણા, પ્રદ્યુમનસિંહ સિંધા સહિતના દ્વારા ફુલહાર કરાયા હતા.
અંકલેશ્વરમાં આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય રેલી નિકળી હતી. ડી.જે. સાથે નિકેલી શોભાયાત્રામાં વિવિધ રાજકીય આગેવાનો, દલિત સમાજ, સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા. શહેરના મુખ્ય માર્ગો પર રેલી ફરી પ્રતિમા સ્થળે પહોંચતા ફુલહાર અર્પણ કરી ‘બાબા સાહેબ અમર રહો’ના નારા લગાવાયા હતા.