Home Bharuch ભરૂચ: અતિથી હોટલની સામે ઉભેલ ટ્રેલરમાં અન્ય ટ્રેલર ભટકાતા ચાલકનું કરુણ મોત...

ભરૂચ: અતિથી હોટલની સામે ઉભેલ ટ્રેલરમાં અન્ય ટ્રેલર ભટકાતા ચાલકનું કરુણ મોત નીપજ્યું…

0

ગાંધીધામના કીડાના જગદંબા સોસાયટીમાં રહેતા મહંમદ છોટુ નોયની રસુલ શેખ ગાંધીધામના ખાન લોજીસ્ટીકનું ટ્રેલર નંબર-જી.જે.૧૨. એ.વાય.૫૫૩૦ લઇ નાગપુરથી પ્લેટો ભરી અમદાવાદ ખાતે કરવા જતો હતો તે દરમિયાન ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ અતિથી હોટલની સામે હોર્સ પાઈપ ફાટી જતા ટ્રેલર ખોટકાયું હતું તે દરમિયાન પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રેલર નંબર-જી.જે.૧૨.બી.ઝેડ.૧૨૨૫ ઉભેલ ટ્રેલરમાં ભટકાતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ટ્રેલરના ચાલક પ્રમોદ સુખલાલ રાયને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ જ કરુણ મોત નીપજ્યું હતું અકસ્માત અંગે નબીપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version