ભરૂચ એલસીબીનો સ્ટાફ વાહન ચેકીંગ સહીત રાયોટીંગ ગુનાઓના આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજના લીમડી ફળીયા ખાતે રહેતો આરોપી કિરણ રાઠોડ નંબર પ્લેટ વગરનું શંકાસ્પદ બાઈક ચલાવે છે. તે હાલ દહેજના આંબેડકર જેવી બાતમીના આધારે ચોક પાસે છે જેવી બાતમીના આધારે એલસીબીએ દરોડા પાડી સ્થળ પરથી કિરણ રાઠોડને ઝડપી પાડયો હતો. પૂછપરછ દરમિયાન આરોપીએ દહેજ નવીન ફ્લોરીન એડવાન્સ સાયન્સસ લીમીટેડ કંપનીના ગેટ બહારથી બાઇક ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.