- પાંચ બેઠકો ઉપર કુલ 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જીતવા જામશે મુકાબલો
- અંકલેશ્વરમાં એક પણ અપક્ષ નહિ, સૌથી વધુ 5 અપક્ષ વાગરામાં
- વાગરા બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસનો ખેલ આપ સાથે અપક્ષ બગાડી શકે
- ઝઘડિયા બેઠકના અપક્ષ ઉમેદવાર છોટુ વસાવા તમામ 12 અપક્ષોમાં સૌથી પ્રબળ જીતના એકમાત્ર દાવેદાર
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા માટે ગુરૂવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. પાંચ બેઠકો ઉપરથી કુલ 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જીતવા અંતિમ મુકાબલો જામશે.આજે ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક માટે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. જિલ્લાની 5 બેઠકો ઉપર ચૂંટણી જીતી ધારાસભ્ય બનવા કુલ 32 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાનાર છે. જેમાં સૌથી વધુ ઉમેદવારો વાગરાની બેઠક ઉપર 9 નોંધાયા છે. જેમાં સૌથી વધુ 5 અપક્ષ છે.સૌથી ઓછા અને એક પણ અપક્ષ નહિ તેવા માત્ર 4 ઉમેદવારો વચ્ચે અંકલેશ્વર વિધાનસભાની બેઠક માટે ચૂંટણી યોજાશે. જેમાં ભાજપ-કોંગ્રેસના સગા ભાઈ-ભાઈ વચ્ચે સીધો ચૂંટણી જંગ જામનાર છે.
સૌથી ચર્ચિત ઝઘડિયા બેઠક ઉપર એકમાત્ર અપક્ષ જ સૌથી કદાવર અને ગેમ ચેન્જર છે. જે આ વખતે છોટુ વસાવા છે. કુલ આ બેઠક ઉપર 5 ઉમેદવારો વચ્ચે બેઠક કબ્જે કરવા ચૂંટણી જામશે.ભરૂચ બેઠક ઉપર પણ 4 અપક્ષ ઉમેદવારો સાથે કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે રસાકસી થઈ શકે તેમ છે. જોકે ભરૂચ ભાજપના ઉમેદવાર જીતના સૌથી પ્રબળ દાવેદાર માનવામાં આવી રહ્યાં છે.જંબુસર બેઠક ઉપર 2 અપક્ષ મળી ભાજપ, કોંગ્રેસ, આપ, બિટીપી સહિત ૧અન્ય એક પક્ષ મળી કુલ 7 ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ જામનાર છે. જંબુસર બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ વચ્ચે એમ સીધી ટક્કર છે પણ તેમાં આપ, બિટીપી અને અપક્ષો પણ બન્ને પક્ષોના મતોને અસર કરી શકે છે.વાગરા બેઠક ઉપર સૌથી વધુ 9 ઉમેદવારો આ મલાઈદાર બેઠકને લઈ રેસમાં છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ 5 અપક્ષો આ બેઠક ઉપર ચૂંટણીના ફાઇનલ જંગમાં ભાજપ, કોંગ્રેસ અને આપ ને અસર પોહવાડવામાં મેદાનમાં અડીખમ છે.
ભરૂચ વિધાનસભા બેઠક
1 રમેશ મિસ્ત્રી – ભાજપ
2 જયકાંત પટેલ – કોંગ્રેસ
3 મનહર પરમાર – આપ
4 સુરેશ વસાવા – અપક્ષ
5 ભગતસિંહ વસાવા – અપક્ષ
6 સાહિલ મન્સૂરી – અપક્ષ
7 અબીદ બેગ મિર્ઝા – અપક્ષ
અંકલેશ્વર વિધાનસભા બેઠક
1 ઈશ્વર પટેલ – ભાજપ
2 વિજય પટેલ – કોંગ્રેસ
3 અંકુર હોટેલ – આપ
4 જીતેન્દ્રસિંઘ રાજવત – પ્રજા વિજય પક્ષ
વાગરા વિધાનસભા બેઠક
1 અરૂણસિંહ રણા – ભાજપ
2 સુલેમાન પટેલ – કોંગ્રેસ
3 જ્યેન્દ્રસિંહ રાજ – આપ1
4 ઇલ્યાસ મન્સૂરી – બિટીપી
5 કમલેશ મઢીવાલા – અપક્ષ
6 ચેતન ગોહિલ – અપક્ષ
7 મુસ્તાક તલાટી – અપક્ષ
8 મુબારક દાશુ – અપક્ષ
9 ઇકબાલ ભોગલી – અપક્ષ
જંબુસર વિધાનસભા બેઠક
1 ડી.કે. સ્વામી – ભાજપ
2 સંજય સોલંકી – કોંગ્રેસ
3 સાજીદ રેહાન – આપ
4 મણીલાલ પંડયા – બિટીપી
5 પ્રમોદ જાંબુ – બીઆરએસપી
6 સુરેશ પરમાર -અપક્ષ
7 ઇસ્માઇલ પટેલ -અપક્ષ
ઝઘડિયા વિધાનસભા
1 છોટુ વસાવા – અપક્ષ
2 રીતેશ વસાવા – ભાજપ
3 ફતેસિંગ વસાવા – કોંગ્રેસ
4 ઊર્મિલા વસાવા – આપ
5 રણજીત વસાવા – અપક્ષ