- જિલ્લામાં 24 કલાક દરમિયાન સરેરાશ 19.11 મીમી વરસાદ વરસ્યો…
ભરૂચ જિલ્લામાં છેલ્લાં કેટલાક દિવસોથી સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આજે તા 15 સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામા 172 મીમી એટલે કે સરેરાશ 19.11 મીમી વરસાદ વરસ્યો હતો. તાલુકા મુજબ વરસાદની વિગત જોતાં વીતેલા 24 કલાક દરમીયાન અંક્લેશ્વર તાલુકામાં 6 મીમી, આમોદ તાલુકામાં 22 મીમી, જંબુસર તાલુકામા 1 ઈંચ કરતાં વધુ એટલે કે 40 મીમી, ઝઘડિયા તાલુકામાં 15 મીમી, નેત્રંગ તાલુકામાં આશરે 1 ઇંચ એટલે કે 22 મીમી, ભરૂચ તાલુકામાં 02 મીમી, વાગરા તાલુકામા આશરે 1 ઈંચ એટલેકે 21 મીમી, વાલિયા તાલુકામાં 15 મીમી અને હાંસોટ તાલુકામા 1ઇંચ કરતાં વધુ એટલે કે 29 મીમી મળી કુલ 172 મીમી વરસાદ 24 કલાક દરમિયાન નોંધાયો હતો.




