Published by : Rana Kajal
સાળંગપુરમાં હનુમાનજી દાદાને કેશુડાના શણગારની સાથે ધાણી, તલના લાડુ, ખજૂર, સહિતનો અન્નકૂટ ધરાવાયો… ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી….ભરૂચ જિલ્લાના ભકતો સાળંગપુર હનુમાન દાદા ના દર્શન કરવા જાય છે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે આજે સોમવારે સોમવતી અમાસ ના દીવસે દાદાને અદભુત કેશુડાનો શણગાર કરવામાં આવેલું છે. તેમજ સાળંગપુર ધામમાં દાદાને આજે ધાણી, ખજૂર, તલના લાડુ સહિતનો અન્નકૂટ ધરવામાં આવેલો અન્નકૂટ સાથેના દાદાના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી રહ્યા છે.શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર દ્વારા આયોજિત વડતાલ ધામ દ્રી શતાબ્દી મહોત્સવ એવમ અમૃત મહોત્સવ અને ઉજવણી સાથે સાળંગપુર ધામમાં આજે સોમવારના પવિત્ર દિવસે હનુમાનજી દાદાને આજે વિશેષ કેસુડાનો શણગાર કરવામાં આવેલો છે. કેસુડા સાથેના હનુમાનજી દાદાના આ શણગાર દર્શન કરી હરિભક્તો ધન્યતા અનુભવતા હોય છે.
