Published by : Rana Kajal
ગુજરાત રાજયના કુલ 26 જિલ્લાઓ માથી માત્ર 09 જિલ્લાઓમાં ફોરેસ્ટ કવચ વધ્યું છે. બાકી ભરૂચ સહીત 17 જિલ્લાઓમાં ફોરેસ્ટ કવચ ઘટ્યું છે. વન વિસ્તાર વધારવાની સરકારની યોજનાઓને સદંતર નિષ્ફળતા સાપડી છે. ભરૂચ જિલ્લાને અડીને આવેલા નર્મદા જિલ્લામા સૌથી વધુ 20.77 ચોરસ કિલોમીટર ફોરેસ્ટ કવર ઘટ્યું છે. તો સૌથી ઓછું ફોરેસ્ટ કવર નવસારી જિલ્લામાં 0.35 ચોરસ કિલોમીટર ઘટ્યું છે. આ સાથે ભરૂચ જિલ્લામાં 4.57 ચોરસ કિલોમીટર ફોરેસ્ટ કવર ઘટ્યું છે. તે સાથે રાજયના નવ જિલ્લાઓમાં ફોરેસ્ટ કવર વધ્યું પણ છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લામા 94.19 ચોરસ કિલોમીટર અને રાજકોટ જિલ્લામાં 1.96 ચોરસ કિલોમીટર ફોરેસ્ટ કવર વધ્યું પણ છે