ગુજરાતમાં વિવિધ કામદાર સંગઠનો દ્વારા પડતર માંગણીઓને લઇ ચારે તરફથી સરકારને ઘેરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે ત્યારે ગુજરાત આર.એન.ટી.સી.પી.કરારબધ્ધ કર્મચારીઓ સંઘ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ક્ષય વિભાગમાં કરારબધ્ધ કર્મીઓનો પગાર વધારો નથી થયો જે વધારવામાં આવે તે સહીતની આઠ પડતર માંગણીઓ નહિ સંતોષાતા આજે કર્મચારીઓએ જીલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવ્યુ હતું અને જ્યાં સુધી તેઓના પ્રશ્નોનું નિરાકરણ નહી આવે ત્યાં સુધી ગાંધી ચિંધ્યા માર્ગે હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે. કરાર બધ્ધ કર્મીઓની હડતાળને પગલે દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવશે.