Published by : Rana Kajal
- માંગણીઓ મુદ્દે બુધવારથી અચોક્કસ મુદતની હડતાળ
રાજ્યભરના ગુજરાત એનર્જી ટ્રાન્ફોર્મેશનના કર્મચારીઓ સાથે ભરૂચ સર્કલના પણ 300 જેટલા કર્મચારીઓ માંગણીઓ મુદ્દે માસ સીએલ પર ઉતર્યા છે.
જેટકોના રાજ્યના 40 હજાર કર્મચારીઓની મંગણીઓ મુદ્દે સોમવારે ગાંધીનગરમાં મેનેજમેન્ટ સાથેની મંત્રણા નિષ્ફળ રહી હતી. જેને લઈ આજે મંગળવારથી રાજ્ય સાથે ભરૂચ અને નર્મદાના પણ 300 થી વધુ જેટકો કર્મીઓ માસ સીએલ પર ઉતરી ગયા છે.
ભરૂચ મકતપુર જેટકોની સર્કલ ઓફિસે કર્મચારીઓએ બેનરો સાથે મંગણીઓ મુદ્દે સુત્રોચ્ચારો કર્યા હતા. પાંચ મુખ્ય મંગણીઓ નહિ સ્વીકારાય તો બુધવારથી અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકી અપાઈ છે.