- રોટરી ક્લબ,જૈન સોશિયલ ગ્રુપ, નારદેસ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા 10 વર્ષથી ચક્ષુદાન કલેક્શનની સેવા કાર્યરત
રક્તદાન પ્રત્યે લોકો જાગૃત બન્યા છે ત્યારે હજી લોકો આઈ ડોનેશન માટે આગળ આવતા અચકાઈ રહ્યા છે જેને લઇ લોકોમાં જાગૃતિ લાવવા તેમજ વધુમાં વધુ લોકો આઈ ડોનેશન કરતા થાય તે હેતુથી રોટરી ક્લબ ભરૂચ,જૈન સોશિયલ ગ્રુપ અને નારદેસ,સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા જન જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે ત્રણેય સંસ્થાઓના પ્રયાસથી અત્યાર સુધી ઘણા લોકોને આઈ ડોનેશન કરવા સમજ આપી છે ત્યારે ભરૂચના ૯૧ વર્ષીય વૃદ્ધ ઈશ્વરભાઈ કેશવભાઈ પંચાલના આઈ ડોનેશન થકી સંસ્થાએ 1 હજારમી ચક્ષુ મેળવી તેને ચક્ષુ બેંકમાં મોકલી આપી. અત્યાર સુધીમાં આ સેવાભાવી સંસ્થાઓના ગીરીશ પટેલ અને સભ્યોના પ્રયાસથી 1 હજાર લોકોને વિઝન મળ્યું છે ત્યારે હજી પણ લોકો મૃત્યુ બાદ અન્યનો અંધાપો દુર કરવા આગળ આવે તે અત્યંત જરૂરી છે.




