Saturday, February 8, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeBlogભલે પધાર્યા... ભૃગુભુમી એ ભારતના પ્રથમ વિશ્વપ્રિય અને પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખરે પહોંચેલા...

ભલે પધાર્યા… ભૃગુભુમી એ ભારતના પ્રથમ વિશ્વપ્રિય અને પ્રસિદ્ધિના સર્વોચ્ચ શિખરે પહોંચેલા પ્રધાન મંત્રી શ્રીનરેન્દ્રભાઈ મોદી…

  • પાંચ વર્ષના લાંબા ગાળા બાદ વધુ યશસ્વી બનેલા મોદીજી ભરૂચ આવે છે ત્યારે અબજો ના વિકાસ કાર્યોનું કરશે અર્પણ…શુ ભરૂચના હવે સાચા ભાગ્ય વિધાતા આ વીરલ પુરુષ બને એવી શુભેચ્છાઓ…
  • આ પ્રસંગે ભરૂચની જનતાની એકજ ભાગ્યવિધાતાને પ્રાર્થના હશે: ગુજરાતને યોગીજી જેવા મુખ્યમંત્રી આપો,ને ભરૂચને દીર્ઘ દ્રષ્ટિ વાળા નેતાઓ…

ભરૂચને છેલ્લા 5 વર્ષ પૂર્વે 2017માં વડાપ્રધાન મોદીજીની જાહેરસભા મળી હતી જે યાદગાર બની રહી હતી…પ્રજાએ મોદીજી ને 2017માં સર આંખો પર ધારણ કરી જંબુસર- ઝગડીઆ સિવાયની 3 બેઠકો આપી હતી…એ અલગ વાત હતી કે ગુજરાતમાં જોઈએ એટલી બેઠક ભાજપને નહતી મળી..એ પણ મોદીજી ની છાપ અને વહીવટ પ્રમાણેની એમની પછીના મુ.મંત્રીઓ કે પ્રધાન મંડળ શક્તિમાન બની સાશન કરવામાં ધરાર નિષ્ફળ રહ્યું…ઘણા ક્ષેત્રોનો વહીવટ નિષ્ફળ નીવડ્યો… પ્રભાવી અને શક્તિવાન નેતાઓએ એ વિરાટ કદના મોદીજીની અપેક્ષાઓમાં ઉણાં ઉતર્યા, અણઆવડત, ભ્રષ્ટાચાર, ગેર વહીવટના કારણે ઘટતી જતી ભાજપની લોકપ્રિયતાથી ભારે વ્યથિત અને ક્રોધિત થયેલા આ લોખંડી પુરુષે આખે આખુ પ્રધાન મંડળ જ મું.મંત્રી સાથે બદલી નાખી, આખા ગુજરાતની બાગડોર પોતાના હાથમાં લઈ લીધી.. પ્રજાનો વિશ્વાસ જીત્યો

જુથબંધી,ભ્રષ્ટચારીઓથી ખદબદતા ખાઈ બદેલા જુના જોગીઓને એક બાજુ કરીને, એમના અતિ વિશ્વાસુ એવા C.R પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવી સરકાર અને સંગઠન ને સીધું પોતાના હાથમાં લઈ લીધું…

ભાજપને પોતાના નામે-જોરે કેન્દ્રમાં બહુમતી અપાવનાર આ કર્મઠ રાજકારણી ત્યાં સુધી- વડાપ્રધાન પદ સુધી ગુજરાત મોડેલના જોરે જ,મદદથી જ ગયા હતા…અને ગુજરાતે એમની જન્મ-કર્મ ભૂમિ અને પ્રયોગ ભૂમિ હોય એમાં હાર એમની નાલેશી બની જાય,અને એમાં પણ રેવડી કલચર વાળું ‘આપ’ જે રીતે પ્રજામાં ટોપીઓ ફેરવી રહ્યું છે, પંજાબ લઈ ગયું છે એ જોઈ મોદીજી ડબલ એન્જીનની સરકારને સાચવી રાખવા ડબલ જોરથી મોદીસહેબ સ્વયં મેદાને ઉતર્યા છે…3 દિવસની ગુજરાત મુલાકાતમાં અબજો રૂપિયાની વિકાસ કાર્યોની જાહેરાતો કરી રહ્યા છે..મોઢેશ્વરી-મહેસાણા બાદ…10 મી ને સોમવારે સવારે આમોદ આવીને વરસાદી માહોલમાં પણ અડગતાથી આ નેતા જંબુસર,વાગરા,પાદરા અને ભરૂચ સહિતની વિધાનસભા બેઠકો પર પોતાના નામનો, પાવરનો અને પ્રભાવનો ઉપયોગ કરી કમળને મજબૂતીથી ખીલવવાનો મોટો દાવ રમવાના જ છે…

રેવા સુગરના ગ્રાઉન્ડ પરથી મોદીજી 8,200 કરોડની રકમના પ્રકલ્પોની જાહેરાત કરશે.2,506 ખર્ચે બલ્કડ્રગ્સ પાર્ક,GACL ના 4,105 ના પ્લાન્ટ નું લોકાર્પણ, 127.28 કરોડના ટ્રાઇબલ ઉદ્યોગિક એકમોની જાહેરાત,100 કરોડના ખર્ચે ઔદ્યોગિક શેડ, 315 કરોડના ખર્ચે દહેજ-કોયલી પાઇપ લાઇનનું અર્પણ,વર્ષોથી રખડી પડેલી ભરૂચની ભૂગર્ભ ગટર યોજનાના STPનું ભૂમિપૂજન સહિત આસપાસ વલસાડ,મહીસાગર, બનાસકાંઠાના વિવિધ વિકાસ કાર્યોની જાહેરાતોની ઝડી વરસાવશે…આ ભગીરથ કાર્ય માટેની તડામાર તૈયારીઓમાં જો કે ઇન્દ્ર દેવે આગલે દિવસે ભારી વિઘ્ન નાખ્યું… કાર્યકર્તાઓ, સંગઠનના નેતાઓ અને વહિવટી તંત્રની મોદીસાહેબે આકરી કસોટી કરી વરસાદી પાણી જોડે પસીનો પણ વેહવડાવ્યો છે…અડગ મનનો આ માનવી તો વરસતા વરસાદમાં પણ સભા કરવા ટેવાયેલો છે ત્યારે અનેક બાધા આખડીઓ વચ્ચે રાત દિવસ ઉજાગરા કર્યા છે જે સોમવારે બપોર પછી આરામમાં આવશે….

આ બધા વચ્ચે ભાજપ ના નેતાઓ,ટિકિટ માટે ટળવળતા ભાવિ ઉમેદવારો અડધા અડધા થઈ રહ્યા છે…આગળ પાછળ દોડી રહ્યા છે…રાજકિય ગુરુઓની આગળ પાછળ થઈ રહ્યા છે…પણ અમિત શાહ અને મોદીજીએ કહેવાય છે કે માંદગીના નામે C.R સાથે દિલ્હીમાં ગુજરાત ભાજપની 182 બેઠકો માટે લગભગ પથારી પાથરી દીધી છે,કે કહો કે ઘણાંની પથારી ફેરવી દીધી છે….જેમાં 5-25 ટકા સિવાયના બાકીના 60-70% વર્તમાન ધારાસભ્યો બદલાઈ જવાના છે…મોદીજીને નવી જ ટીમથી ગુજરાતની વિધાનસભા જીતવી છે…કારણ સ્પષ્ટ છે…એમના નામથી અને કાર્યો-પુરુષાર્થ- લોકપ્રિયતાથી જ ભાજપને પ્રજા ખોબે ખોબે મત આપે છે,કેટલાક નેતાઓની નિષ્ક્રિયતા,ખેંચતાણ, ભ્રષ્ટાચાર,અહંકાર અને પ્રજાની અવગણના છતાં…ખુદ દિલ્હીના દૂતો બોલે છે કે ભરૂચમાં કોઈ પાણીદાર નેતૃત્વ 30 વર્ષમાં પણ ઉભું થઈ શક્યું નથી જેણે ભાજપને પોતાના જોરે મજબૂત કર્યું હોય,સ્થાનિક જોર પર ભાજપને જીતી લાવે…એકાદ બે નેતાઓ છે ખરા પણ વિરોધીઓ એમને ખાઈ જાય છે…બાકી બધું જ પોલમ પોલ અને ખોખલું છે…દરેકનું પોતાનું આગવું ભાજપ અને ઈચ્છાઓ છે,પાર્ટી તો શોખ-ભોગ ને વ્યાપાર કરવાનો માત્ર જરીઓ-માધ્યમ જ છે એવા લોકો નો….એટલે જ મોદી સાહેબ સુધી પ્રામાણિકપણે,કોઈ પણ વ્યક્તિગત અપેક્ષા-ઈચ્છા,દુશ્મની કે પક્ષપાત વિના એક સંદેશ સતત મોકલવા પ્રજા વતી અમે પ્રયાસ કરીએ છીએ કે મોદી સાહેબ, આપ સર્વ શક્તિમાન એક માત્ર આ પક્ષના નેતા છો કે જેઓ ભરૂચની રાજકિય ગંદકીની ધડમૂળ થી સફાઈ કરી, સાચું- સક્ષમ અને શક્તિશાળી વિકાસ પ્રેમી-લક્ષી નેતૃત્વ ભરૂચને પૂરું પાડો, પ્રજા તો આપને અને ‘ભગવા’ને જોઈને જ મત આપવાની જ છે..અને આપે છે ને આપશે…આ જિલ્લામાં જીત મહત્તમ ભાજપની છે….સેફ ઝોન છે કમળ નું…

ભલે લોકો વરસાદના કારણે આમોદ થોડા ઓછા પહોંચે…પણ જીવંત પ્રસારણથી તો આખો જિલ્લો મોદીજીની લોકભોગ્ય અને પ્રિય પ્રવચનને માણસે જ…

ફરી એકવાર કેસરીઓ જમાવટ કરશે…અમારી સલાહની તો કોઈ શક્તિ નથી પણ પ્રજાના પ્રહરી તરીકે મોદીજીને એક બીજી પણ પ્રાર્થના, કે સાહેબ,તમારા ખજાનામાં અકબરના દરબાર જેવા અસંખ્ય નવ રત્નો છે…એકાદ શોધીને ગુજરાતની મુખ્યમંત્રીની ગાદી પર બિરાજમાન કરાવો…કડક,સ્પષ્ટ અને બિલ્કુલ દ્રઢ…વહીવટમાં સુદ્રઢ અને સક્રિય…જે ગુજરાતનું આપનું ટેન્શન ઓછું કરે,પ્રજા લક્ષી આપની જેમ કાર્ય કરે અને કરાવે….આપે તો 2024માં જીતીને અખંડ ભારતનું સ્વપ્ન પૂરું કરવાનું છે…જુના ખાઈ બદેલા વામનો આવા વિરાટ કાર્યો નહીં કરી શકે…બાકી માં નર્મદા કરે તે ખરું…

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!