Sunday, April 5, 2026
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeElection 2022ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ તેજસ્વી સૂર્યાએ જંબુસર,વાગરા અને ભરૂચ...

ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ તેજસ્વી સૂર્યાએ જંબુસર,વાગરા અને ભરૂચ ખાતે ચૂંટણી સભા ગજવી…

ભાજપના વિધાનસભાના ઉમેદવાર ડી.કે.સ્વામીએ જંગી બહુમતીથી જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેઓએ આ સાધુ ઉપર વિશ્વાસ રાખવાનું કહી. જીત્યા પછી જંબુસર-આમોદને નહેર ના પાણીના પ્રશ્નનો 6 મહિનામાં જ હલ લાવવાનીખાત્રી આપી હતી.મુખ્ય વક્તા તેજસ્વી સૂર્યા એ જણાવ્યું હતુ કે, દેશમા ગુજરાત એક સુરક્ષિત, શાંત, સમૃદ્ધ રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયેલું છે. છેલ્લા 27 વર્ષથી ભાજપની સરકાર હોવાના કારણે ગુજરાતના છેવાડા સુધિ વિકાસ પહોંચ્યો છે.જંબુસરમાં ડી.કે. સ્વામીની ઐતિહાસિક જીત સાથે સમગ્ર ગુજરાતમાં આ વખતે ભાજપની જીત અભૂતપૂર્વ રહેવાની છે. જેઓ ગાંધીનગરમાં રાજનીતિ, વિસ્તારનો વિકાસ સાથે સનાતન સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

દેશમાં 8 વર્ષથી મોદીની સ્થિર સરકારને વૈશ્વિક રાજનીતિ પણ નજર કેન્દ્રિત કરી રહી છે. જેનું જનક 27 વર્ષથી ગુજરાત રહ્યું છે ગુજરાતની વિધાનસભાના પરિણામો ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણીનું ચિત્ર નક્કી કરશે તો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને જંગી બહુમતીથી વિજેતા બનાવી મોદીના હાથ મજબૂત કરવા અંતમાં હાકલ કરી હતી. આ ચૂંટણી સભામાં જંબુસર બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી છત્રસિંહ મોરી, પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, ગુજરાતી ફિલ્મ એક્ટર પ્રશાંત બારોટ, સહિત જિલ્લા ભાજપા, તાલુકા ભાજપા તેમજ શહેર ભાજપાના હોદ્દેદારો, તાલુકા પંચાયતના સભ્યો, નગર સેવકો, સહિત મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજરી આપી હતી.જયારે વાગરાના મુખ્ય બજાર ખાતે વાગરા વિધાસભાના ઉમેદવાર અરુણસિંહ રણાની ચૂંટણી સભા સંબોધી હતી

તો ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર ખાતે ભાજપ યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ તેજસ્વી સૂર્યા ભાજપના ઉમેદવાર રમેશ મિસ્ત્રી માટે ચૂંટણી સભા સંબોધી હતી આ ચૂંટણી સભામાં નિરલ પટેલ,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા અને આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!
Malcare WordPress Security