ભારતના મોસ્ટ વોન્ટેડ ભાગેડુ બિઝનેસમેનમાંથી એક મેહુલ ચોક્સી વિશે મોટો ખુલાસો થયો છે. એન્ટિગુઆના ફાઇનાન્સિયલ ક્રાઇમ્સ ઓફિસર કેનેથ રિઝોકે તેમની તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે મેહુલે તેની સુરક્ષા માટે એન્ટિગુઆના વરિષ્ઠ અધિકારીઓને લાંચ આપી છે. આ વાતનો ખુલાસો કેનેથ રિઝોકે ન્યૂઝ મેગેઝિનના એક લેખમાં કર્યો છે. તેણે એવી પણ માહિતી આપી છે કે ટૂંક સમયમાં તેની ધરપકડ કરીને તેને ભારત મોકલવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
કેનેથ રિઝૌકે જણાવ્યું કે મેહુલે કોર્ટની કાર્યવાહી આગળ વધારવા ઘણા મોટા અધિકારીઓને લાંચ આપી છે. મેહુલે એન્ટિગુઆના વરિષ્ઠ પોલીસ અધિકારી એડોનિસ હેનરીને પણ લાંચ આપી છે. કેનેથે પોતાના રિપોર્ટમાં લખ્યું છે કે એવા ઘણા પ્રત્યક્ષદર્શીઓ છે જેમણે કહ્યું કે મેહુલ અને પોલીસ ઓફિસર હેનરી અલ પોર્ટોમાં એક દિવસમાં ત્રણ વખત મળ્યા હતા જે મેહુલ ચોકસીની માલિકીની જોલી હાર્બર રેસ્ટોરન્ટ છે.
જો કે, એન્ટીગુઆની એક કોર્ટે ચોકસીને તેના મૂળ દેશ એટલે કે ભારતમાં પ્રત્યાર્પણ કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ મેહુલે લાંચના કારણે લાંબા સમય સુધી નિર્ણયને અટકાવી રાખ્યો હતો. ભારતના ભાગેડુ ઉદ્યોગપતિએ એન્ટિગુઆમાંથી બિઝનેસ પાસપોર્ટ મેળવ્યા બાદ ભારતીય અદાલતો અને કાયદાથી પોતાને સંપૂર્ણપણે દૂર કરી દીધા હતા. પરંતુ તેમ છતાં તેની ધરપકડ માટે ઈન્ટરપોલ રેડ નોટિસ જારી કરવામાં આવી છે.