Published By : Patel Shital
મંદી, મોઘવારી વચ્ચે વેપાર વધારવો તે સહેલી બાબત નથી. તેવામાં હવે ભારતે આત્મનિર્ભરનો નવો અભિગમ અપનાવ્યો છે. ત્યારે હવે રજૂ થનાર ભારતની વિદેશ વ્યાપાર નીતિ કેવી હશે તે જોવું રહ્યું…
130 કરોડની વસ્તી ધરાવતા ભારતમાં વિશ્વના દેશોની નજર છે તેનું મુખ્ય કારણ એ છે કે દરેક દેશ ભારતમાં વેપાર કરવા ઈચ્છે છે તેથી જ ભારતની નવી વિદેશી વ્યાપાર નીતિની આતુરતાથી રાહ જોવાઇ રહી છે…
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ વર્ષ 2023-28 માટેની ભારતની વિદેશી વ્યાપાર નીતિની જાહેરાત કરશે. કોરોના મહામારી અને અન્ય આર્થિક સંકટના વાતવરણ અને મંદી વચ્ચે વેપાર વિકસાવવા માટે ભારતની વિદેશી વ્યાપાર નીતિ ખુબ જ મહત્વની છે. આ અગાઉ વર્ષ 2015 થી 2020 સુધીની વિદેશ વ્યાપાર નીતિ ભારતે અમલમાં મૂકી હતી પરંતું ત્યાર બાદ કોરોના મહામારીના દિવસો દરમિયાન નવી વ્યાપાર નીતિ રજૂ કરવામાં આવી ન હતી જે હવે કેન્દ્રિય મંત્રી પિયુષ ગોયલ રજુ કરશે.