Published by : Rana Kajal
ભારત હાલ દરેક ક્ષેત્રે પોતાને આત્મનિર્ભર બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. આવનારા દિવસો ભારતનો રોડમેપ કઈક એવો છે કે, મેડ ઇન ઇન્ડિયા એરક્રાફ્ટમાં લોકો મુસાફરી કરી શકશે. ભારતને એરોસ્પેસ ઉદ્યોગનું હબ બનાવવા માટે સરકારે એક મોટી યોજના બનાવવા જઈ રહ્યું છે. ભારત ઉડ્ડયન ઉદ્યોગમાં એક મોટી શક્તિ તરીકે આગળ આવી રહ્યું છે.
દેશની એરલાઇન કંપનીઓ આગામી દસ વર્ષમાં 2,000 એરક્રાફ્ટનો ઓર્ડર આપી શકે છે. સરકાર તો એવી તૈયારીમાં છે કે, એરબસ અને બોઇંગ જેવી દિગ્ગજ કંપનીઓ એરક્રાફ્ટનું ઉત્પાદન ભારતમાં કરી શકે આ રીતનું પણ આયોજન તૈયાર કરવમાં આવી રહ્યું છે. તાજેતરના વર્ષોમાં એરક્રાફ્ટ અને ટર્બો જેટની આયાતમાં વધારો થયો છે. વેપાર ખાધ ઘટાડવા માટે સરકાર એવી વસ્તુઓની ઓળખ કરી રહી છે જેની આયાત વધુ છે.
દેશમાં મધ્યમ વર્ગની વસ્તી ઝડપથી વધી રહી છે. આ વર્ગ માટે હવે હવાઈ મુસાફરીએ લક્ઝરી વસ્તુ નહિ પરંતુ જરૂરિયાત બની ગઈ છે. આ જ કારણને લીધે સ્થાનિક એરલાઇન્સ કંપનીઓ ઝડપથી પોતનો વિસ્તાર કરી રહી છે. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોએ 2019માં 300 A320 નિયોન એરક્રાફ્ટનો ઓર્ડર આપ્યો હતો. હાલમાં તેની પાસે 730 એરક્રાફ્ટ છે. ટાટા ગ્રુપ દ્વારા પણ એક મોટો ઓર્ડરની તૈયારી ચાલી રહી છે. કુલ મળીને આગામી 10 વર્ષમાં ભારતીય એરલાઇન કંપનીઓ 2000 એરક્રાફ્ટનો ઓર્ડર આપી શકે છે.