બીજી મા સિનેમા : ઋષિ દવે
હું માયા, ઉંમર વર્ષ 42. આ આપણું ઘર છે. શ્રદ્ધા મારી દીકરી છે. ડો. યશ ગાંધી દર ગુરુવારે ચેકઅપ માટે આવે છે. મને કશું જ યાદ રહેતું નથી. હું મેહુલ, તમારો કેરટેકર 18 વર્ષથી તમારું કામ કરું છું. દરવાજો અંદરથી બંધ રાખવો. દીકરી શ્રદ્ધાને ઉઠાડો નહિ તો એની સ્કૂલ બસ નીકળી જશે.
બ્લ્યૂ ચીપના R.K.Cinemaના 7.45 pmના showમાં BHRAM ભ્રમ ગુજરાતી ફિલ્મ જોઈ, જેમાં 8.17pm એટલે કે 22 minits પછી ફિલ્મનું ટાઈટલ પડ્યું.
મર્ડર થયું છે?
કોનું મર્ડર થયું છે ?
શ્રદ્ધાનું,
ક્યાં છે એની લાશ ?
આ જગ્યા એ જ હતી ?
તો ગઈ ક્યાં?
આપ કોણ છો?
હું યશ ગાંધી, ડૉ યશ ગાંધી.
છેલ્લા 12 વર્ષથી મોનાને દર ગુરુવારે ચેકઅપ કરવા આવું છું. એને ‘ડેમેન્શીયા’ નામનો રોગ થયો છે. પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ આપને ખબર છે ‘ડેમેન્શીયા’માં પેશન્ટને શું થાય ?
એની યાદશક્તિ, I mean memory loss હોય. એ બીકણ બને, ક્યારેક આક્રમક તો ક્યારેક સાવ બાળકની જેમ વર્તે. એને કશું જ યાદ ન રહે અને ક્યારેક હારબંધ એવી રીતે કોઈ ઘટનાને વર્ણવે કે જાણે એના જેટલી બુદ્ધિશાળી કોઈ નથી.
Everything unpredictable.
બ્લોગ અહીં સુધી આપે વાંચ્યો, એ બદલ આભાર.
જાણે વાત એમ છે કે ગુજરાતીમાં આવા એટલે કે ‘ડેમેન્શીયા’ રોગ પીડીતા પર ફિલ્મ બનાવનાર દિગ્દર્શક પલ્લ પરીખ કે જે લેખક પણ છે એમને હૃદયપૂર્વક અભિનંદન.
ફિલ્મનું મુખ્યપાત્ર માયા (સોનાલી લેલે દેસાઈ) જબરજસ્ત અભિનય.
એમની દીકરી શ્રદ્ધા (નિશ્મા સોની)
A School girl, સક્ષમ અભિનય.
મેહુલ (મિત્ર ગઢવી) લાજવાબ.
આકૃત (અવિનાશ) ઘરનો નોકર.
પોલીસ ઇન્સ્પેક્ટર રાકેશ (અભિનવ બેંકર)
કલ્પનાતીત અભિનય. મારી જાણમાં આવા કોઈ જ પોલીસ બેડામાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર હોય એવું ધ્યાનમાં નથી. લેડી પોલીસ કમિશનર વિશે શું
લખું તોબા તોબા.
પ્રોડયુસર ધવલ પંડ્યાને દાદ આપવી પડે કે એમણે રોકેલા નાણાંનું પૂરું વળતર મળશે એ જ શુભેચ્છા.
શ્રીકુમાર નાયરની ફોટોગ્રાફી અને વૃતાંત જગતાપ અને ભાગ્યશ્રી વી. ઠાકુરનું એડિટિંગ આ ફિલ્મની જાન છે.
ગુજરાતી ‘સાયકો થ્રિલર’ આ ફિલ્મ છે એમ કહીને વારાફરતી પાત્રો માયાએ ખૂન નથી કર્યું, માયાએ ખૂન કર્યું છે,
માયા જાતે જ લખે
મારાથી આકૃતનું ખૂન થઈ ગયું છે હવે શું?
હું ક્યારેય કોઈનું ખૂન કરી જ ન શકું?
માયાની બીમારીના કારણે આખા ઘરમાં સૂચનો લખેલા અને માયાએ સમયસર શું કરવાનું અને કરીને એની ટીક કરવાની એ માટે આખી દીવાલ પર રંગબેરંગી માર્કર પેનથી ખાના પાડીને ‘ડેમેન્શીયા’ના દર્દીની ટ્રીટમેન્ટનો આકર્ષક, રસપ્રદ પ્લાન બતાવ્યો છે. Voice messages mobileમાં save કરવાના, ડીલીટ કરવાનાની સાપસીડીની રમત જેના કારણે પોલીસ, ખૂની અને દર્શકો ફિલ્મના અંતિમ દ્રશ્ય સુધી ખૂનીને નક્કી કરવામાં મથામણ કર્યા જ કરે.