Publlished By:-Bhavika Sasiya
- ભારતીય ધાર્મીક મહાકાવ્ય મહાભારતની લોકપ્રિયતા દિન પ્રતિદિન વધી રહી છે.
- ભારતીય મહાકાવ્ય લંડનના બાર્બીકન થિયેટરમાં મહાભારતનુ યુકે પ્રીમિયર થનાર છે.
આ મહાકાવ્યનું રૂપાંતરણ કલાત્મક દિગ્દર્શક રવિ જૈન દ્વારા કરવામાં આવ્યું છે, વ્હાય નોટ થિયેટરના સ્થાપક, જેઓ દિગ્દર્શન પણ કરે છે.કો-આર્ટિસ્ટિક ડિરેક્ટર ફર્નાન્ડિસે કેરોલ સત્યમૂર્તિની કવિતા “મહાભારતઃ અ મોડર્ન રીટેલિંગ” નો ઉપયોગ કર્યો છે. દર્શકો 1 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર દરમિયાન ‘મહાભારત’ને સ્ટેજ પર જોઈ શકશે. આ અંગે પ્રાપ્ત વિગત પ્રમાણે વાર્તાકાર મરિયમ ફર્નાન્ડિસ દ્વારા વર્ણવેલ તે બે ભાગમાં પ્રસ્તુત છે. પ્રથમ ભાગ ‘કર્મ’માં પ્રતિસ્પર્ધી પાંડવ અને કૌરવો કુળોની મૂળ વાર્તા દર્શાવવામાં આવી છે.જ્યઆરે તેના બીજા ભાગમાં ‘ધર્મ’, કેવી રીતે યુદ્ધ ગ્રહનો નાશ કરે છે અને બચી ગયેલા લોકોનું પુનર્નિર્માણ કઈ રીતે કરવાનું છે તેના પર આધારિત છે.