Published By : Parul Patel
મહારાષ્ટ્રના ઘણાં રાજકારણીઓએ માત્ર મહારાષ્ટ્રમાંજ નહી પરંતું દેશમા પણ હલચલ મચાવી છે. હવે આવા રાજકારણીઓમાં દક્ષિણપંથી નેતા સંભાજી ભીડેનુ નામ ઉમેરાયું છે… હાલમા ભિંડે પર મહાત્મા ગાંધીના માતા-પિતા વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ કેસમાં અમરાવતી પોલીસે શનિવારે ભીડે વિરુદ્ધ પણ કેસ નોંધ્યો છે. એક દિવસ પહેલા એટલે કે શુક્રવારે રાજ્યની વિપક્ષ કોંગ્રેસે ભીડેની ધરપકડની માંગ સાથે વિધાનસભામાં મુદ્દો ઉઠાવ્યો હતો. જૉકે આ પહેલીવાર નથી જ્યારે ભીડે વિવાદોમાં ફસાયા હોય. ભીડેને વિવાદો સાથે જૂનો સંબંધ છે. ભીમા કોરેગાંવની હિંસા હોય કે પછી મહાત્મા ગાંધી વિશેની કથિત વિવાદાસ્પદ ટિપ્પણી હોય. ભિંડે વિવાદમાં ફસાયા હતા.
ભીડે ગુરુવારે વિદર્ભ પ્રદેશના પ્રવાસે અમરાવતી પહોંચ્યા હતા. જ્યાં તેમણે એક સભાને સંબોધિત કરતી વખતે દાવો કર્યો કે, ‘કહેવાય છે કે મહાત્મા ગાંધીનું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે, પરંતુ કરમચંદ ગાંધી મહાત્મા ગાંધીના પિતા નહોતા…’. તેનાથી પણ આગળ તેણે ઘણી વાંધાજનક વાતો કહી હતી જેને લઈને વિવાદ વધી ગયો હતો.આ ટિપ્પણી સામે આવતા જ મહારાષ્ટ્રના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. કોંગ્રેસ પાર્ટીએ આ મુદ્દો વિધાનસભામાં ઉઠાવ્યો હતો અને તેમની ધરપકડની માંગ કરી હતી. અમરાવતી પોલીસ શનિવારે એક્શનમાં આવી અને ભીડે વિરુદ્ધ કેસ નોંધ્યો. પોલીસે ભીડે વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 153A હેઠળ કેસ નોંધ્યો છે. સંભાજી ભીડે મહારાષ્ટ્રના રાજકારણમાં એક મોટું અને લોકપ્રિય નામ છે. ભીડેની ગણતરી કટ્ટર જમણેરી કાર્યકરોમાં થાય છે. એક સમયે સંભાજી પણ સંઘ સાથે સંકળાયેલા હતા, પરંતુ બાદમાં વિવાદને કારણે તેમણે 1984માં પોતાનું હિન્દુ દક્ષિણપંથી સંગઠન શ્રી શિવ પ્રતિષ્ઠાન હિન્દુસ્તાન બનાવ્યું. ભીડેના અનુયાયીઓ માત્ર મહારાષ્ટ્ર પૂરતા મર્યાદિત નથી પરંતુ દેશના અન્ય ભાગોમાં પણ છે. ભીડેના સંગઠનનું લક્ષ્ય હિન્દુઓને શિવાજી અને સંભાજી જેવા બનાવવાનું છે…