Home Lifestyle મહિલાઓએ ઓફિસ જવાની શરૂઆત કરતા સૌંદર્ય પ્રસાધનોની માંગ વધી…

મહિલાઓએ ઓફિસ જવાની શરૂઆત કરતા સૌંદર્ય પ્રસાધનોની માંગ વધી…

0
  • ટેલકમ પાવડર, લિપસ્ટિક વગેરે કોસ્મેટિક્સ પ્રોડક્ટ્સ મોંઘી થઇ….

કોરોના મહામારી બાદ વર્ક ફ્રોમ હોમ પૂરું થતાં જ બ્યુટી પ્રોડક્ટ્સ મોંઘી થઈ ગઈ છે. હાલના માત્ર 6 મહિનામાં ₹5000 કરોડની લિપસ્ટિક, નેલ પોલિશ વેચાઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે સ્ત્રીઓનો પોતાની જાતને આકર્ષક રાખવાના અને માવજત કરવાનો શોખ હવે કોઈનાથી છુપાયેલો નથી ભારતીય મહિલાઓ આ બાબતમાં થોડી વધુ સમજુ અને સમૃદ્ધ છે. તેમની પાસે ઘણી એવી કોસ્મેટિક અથવા મેકઅપ વસ્તુઓ છે જેનો વિદેશમાં રહેતી મહિલાઓ ઉપયોગ કરતી નથી. હવે દેશમાં મેકઅપ વસ્તુઓની ખરીદીને લઈને આવો આંકડો સામે આવ્યો છે જે જાણીને આશ્ચર્ય થઇ રહ્યું છે.

ભારતમાં કોસ્મેટિક માર્કેટનું વિસ્તરણ એટલું વિશાળ બની રહ્યું છે કે કોઈ પણ આશ્ચર્યચકિત થઈ જાય. વર્લ્ડ પેનલ દ્વારા ભારતમાં હાથ ધરવામાં આવેલા પ્રારંભિક અભ્યાસ મુજબ, દેશમાં ભારતીય ખરીદદારોએ છેલ્લા 6 મહિનામાં સૌંદર્ય પ્રસાધન ઉત્પાદનો પર 5000 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. આ માટે લગભગ 10 કરોડ કોસ્મેટિક પ્રોડક્ટ્સ ખરીદવામાં આવી છે. આ અભ્યાસમાં મળેલી માહિતી અનુસાર, એક વધુ વાત સામે આવી છે કે કામ કરતી મહિલાઓ જેઓ ઓનલાઈન અને ઓફલાઈન કોસ્મેટિક્સ ખરીદે છે તેઓ સરેરાશ ભારતીય ખરીદનાર કરતાં 1.6 ગણો વધુ ખર્ચ કરે છે. આ 10 કરોડ કોસ્મેટિક્સમાં મુખ્યત્વે લિપસ્ટિક, નેઇલ પોલીશ અને આઈલાઈનર જેવા ઉત્પાદનોનો સમાવેશ થાય છે જે છેલ્લા 6 મહિનામાં દેશના ટોચના 10 ભારતીય શહેરોમાં વેચાયા હતા. ભારતમાં આ કેટેગરીમાં વર્લ્ડ પેનલ દ્વારા હાથ ધરવામાં આવેલો આ પહેલો અભ્યાસ છે અને તેના આંકડા દેશના કોસ્મેટિક માર્કેટ વિશે ઘણી વિગતો જણાવે છે.જે મુજબ 6 મહિનામાં 5000 કરોડ રૂપિયાના કોસ્મેટિક્સની જંગી ખરીદી કરવામાં આવી હતી અને તેમાંથી લગભગ 40 ટકા ખરીદી ઓનલાઈન થઈ હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version