Home News Update My Gujarat મહેસાણામાં કાળી ફિલ્મવાળી કારના પ્રવેશને લઈ મતગણતરીના સ્થળે હંગામો…

મહેસાણામાં કાળી ફિલ્મવાળી કારના પ્રવેશને લઈ મતગણતરીના સ્થળે હંગામો…

0

આવતીકાલે જાહેર થનારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામની ગુજરાતના તમામ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એક્ઝિટ પોલમાં ભાજપની સત્તાનું પરિવર્તન થવાની સંભાવના દર્શાવાય છે.મહેસાણામાં મત ગણતરી કેન્દ્ર પર શંકાસ્પદ કારની અવરજવર મુદ્દે તપાસમાં પોલીસકર્મીની કાર હોવાનું ખૂલ્યું છે. બંદોબસ્તમાં આવેલા પોલીસ કર્મચારીની કાર હોવાની કલેકટર અને ચૂંટણી અધિકારીની તપાસમાં સામે આવ્યું છે. મત ગણતરી કેન્દ્ર પર કાળી ફિલ્મવાળી કારના પ્રવેશને લઈ AAPના કાર્યકરોએ હોહા મચાવ્યો હતો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડયો હતો. ઉપસ્થિત તમામ ઉમેદવારને સ્ટ્રોંગરૂમની મુલાકાત પણ કરાવી હતી. જયારે કોંગ્રેસના નેતાઓ અને વિજાપુરના કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ મત ગણતરી કેન્દ્રની મુલાકાત લીધી હતી.

રાજ્યમાં આવતીકાલે મત ગણતરી થવાની છે ત્યારે રાજ્યમાં તમામ જિલ્લામાં મતગણથરી કેન્દ્ર ખાતે કડક સુરક્ષા રાખવામાં આવી છે. મતદાન પૂર્ણ થયા બાદ હવે સૌ કોઈની નજર આવતીકાલે જાહેર થનારા પરિણામ પર છે. મતગણતરી એક દિવસ બાદ થવાની હોવાથી શહેરો સહિત જિલ્લામાં મતગણતરી કેન્દ્રો પર હાઇલેવાલની સુરક્ષા ગોઠવાઈ છે. વડોદરા જિલ્લા અને શહેરની 10 બેઠકોની મતગણતરી પોલીટેકનિક કોલેજમાં થશે. તો અમદાવાદમાં તમામ 21 બેઠકોની એલ ડી એન્જિનિયરિંગ, ગુજરાત કોલેજ અને પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થશે. આ તરફ ભાવનગરમાં ઈજનેરી કોલેજમાં મત ગણતરી થશે. બીજી તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં પોલીટેકનિક કોલેજમાં મતગણતરી થવાની હોવાથી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version