Friday, February 7, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateHealthમાનવ શરીર ચાલે એટલે સ્વસ્થ જીવન ચાલે…ઉંમર પ્રમાણે જાણીને ચાલો...વજન અને સુગર...

માનવ શરીર ચાલે એટલે સ્વસ્થ જીવન ચાલે…ઉંમર પ્રમાણે જાણીને ચાલો…વજન અને સુગર થશે કંટ્રોલ…

Published By : Parul Patel

વાહનોના વધુ પડતા ઉપયોગના કારણે હવે લોકો નિયમિત ચાલતા નથી. તેથી બીમારીનું પ્રમાણ વધી જાય છે.
વધુમા આજકાલ લાઇફસ્ટાઇલ ડીસઓર્ડર્સ એટલે કે જીવનશૈલી સંબંધિત રોગો ઝડપથી વધી રહ્યા છે. તેની પાછળનું એક મોટું કારણ કલાકો સુધી એક જગ્યાએ બેસીને કામ કરવાનું છે. લેપટોપ કે કોમ્પ્યુટરની સામે લાંબા સમય સુધી સતત કામ કરતા લોકોમાં, ખાસ કરીને મેદસ્વિતા, હાઈ બ્લડ શુગર, ખરાબ કોલેસ્ટ્રોલ વધવાની સમસ્યા સામે આવી રહી છે. આરોગ્ય નિષ્ણાતોના મતે, આ બધામાં સૌથી મોટી ચિકિત્સા કે દવા કોઈ હોય તો એ કે, દરરોજ નિયમિત ચાલવું જોઈએ. જો તમે નિયમિતપણે સવારે અમુક હજાર ડગલાં ચાલતા હોવ તો તમારે અલગથી બીજી કોઈ કસરત કરવાની જરૂર નથી. માત્ર આટલું જ કરવાથી પણ તમે સ્વસ્થ રહી શકો છો.

અમેરિકન કાઉન્સિલ ઓફ એક્સરસાઈઝના જણાવ્યા મુજબ દરરોજ 2500 ડગલાં ચાલવા જરૂરી છે. અન્ય ઘણા સંશોધનો દરરોજ 10 હજાર પગલાં ચાલવાનું કહે છે. સાથે જ આજકાલ જે સ્માર્ટવોચ આવી છે તે મુજબ લોકોને રોજના 10,000 ડગલાં ચાલવાનો ટાર્ગેટ આપવામાં આવતો હોય છે. દિલ્હીના એન્ડોક્રિનોલોજિસ્ટ ડૉ. સંજય કાલરા કહે છે કે દરેક વ્યક્તિએ ઓછામાં ઓછા 10,000 ડગલાં ચાલવા જોઈએ. કેટલાક સંશોધનો કહે છે કે દરરોજ 4 થી 5 હજાર પગલાં ચાલવાથી પણ સ્વસ્થ રહી શકાય છે, પરંતુ 10 હજાર પગલાં ચાલવાથી કોઈ નુકસાન નથી. તેનાથી હૃદય સ્વસ્થ રહે છે. જીવનશૈલી સંબંધિત રોગો જેવા કે ડાયાબિટીસ, હૃદયરોગ, સ્ટ્રોક, સ્થૂળતા, ડિપ્રેશન, બ્રેસ્ટ-કોલોન વગેરે કેન્સરથી પણ બચે છે.

જ્યાં સુધી બાળકોનો સવાલ છે ત્યાં સુધી બાળકોએ નિયમિત રીતે રમવું અને કૂદવું જોઈએ. બાળકોએ કોઈપણ પ્રતિબંધ વિના દરરોજ ઓછામાં ઓછા એકથી દોઢ કલાક રમવું અને કૂદવું જોઈએ. આનાથી તેઓ સ્વસ્થ રહેશે અને તેમનો તમામ રીતે વિકાસ થશે કોઈ સામાન્ય લંબાઈનો પુખ્ત વ્યક્તિ દરરોજ 10 હજાર પગથિયાં ચાલે, તો આ અંતર લગભગ 7.5 કિલોમીટર જેટલું થાય છે. ચાલીને આ અંતર કાપવામાં લગભગ અઢી કલાકનો સમય લાગી શકે છે. જો કે 10 હજાર પગલાંનું અંતર અલગ-અલગ ઉંમર પ્રમાણે અલગ-અલગ હોઈ શકે છે, એ રીતે તે નક્કી કરવામાં લાગતો સમય પણ બદલાઈ શકે છે.

એક અભ્યાસ મુજબ ઉંમર પ્રમાણે સ્ટેપ્સની સંખ્યા પણ બદલાય છે.

40 વર્ષ સુધીની મહિલાઓએ દરરોજ 12,000 પગલાં ચાલવું વધુ સારું તો 40 થી 50 વર્ષની વયની મહિલાઓએ 11,000 પગલાં અને 50 થી 60 વર્ષની વયની મહિલાઓ એ 10,000 પગલાં ચાલવું જોઈએ.
60 વર્ષથી વધુ વયની મહિલાઓએ 8,000 પગલાં ચાલવું જોઈએ જયારે પુરુષો માટે 18 થી 50 વર્ષની ઉંમરનાએ 12,000 પગલાં અને 50 વર્ષથી વધુ ઉંમરના પુરુષોએ 11,000 પગલાં દૈનિક પગલાં ચાલવા જોઈએ.

હેલ્થ એક્સપર્ટ્સનું કહેવું છે કે સામાન્ય સ્વાસ્થ્ય માટે ઉંમર પ્રમાણે સ્ટેપ્સની સંખ્યા નક્કી કરવામાં આવી છે, પરંતુ જો કોઈ વ્યક્તિનું વજન વધારે હોય અને તેનું વજન ઓછું કરવું હોય તો તેણે આ સ્ટેપ્સની સંખ્યા વધારવી જોઈએ.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!