Home Bharuch મિયાવાકી પદ્ધતિથી ગુજરાતમાં 84 સ્થળોએ “વન કવચ ” ઉભા કરવામા આવશે…

મિયાવાકી પદ્ધતિથી ગુજરાતમાં 84 સ્થળોએ “વન કવચ ” ઉભા કરવામા આવશે…

0

Published by:-Bhavika Sasiya

ભરૂચમાં ગોલ્ડન બ્રીજની બાજુમાં મિયાવાકી પદ્ધતિનો ઉપયોગ થયો છે, આ સાથે ભરૂચ તાલુકાના હલદરવા અને અંકલેશ્વર તાલુકાનાં છાપરા ગામોનો પણ સમાવેશ થાય છે.
રાજ્યમાં હાલમા સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અંબાજી વિસ્તારમા મિયાવાકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડી વન કવચ તૈયાર કરવામાં આવ્યા હવે ગુજરાત રાજયમાં આ પદ્ધતિથી 84 સ્થળોએ વન કવચ ઉભા કરવામાં આવશે. જે ત્રણ વર્ષમાં તૈયાર થઈ જાય તેવી સંભાવના છે.
મિયાવાકી વૃક્ષ ઉછેર અંગેની જાપાનીઝ ટેકનીક છે.આ ટેકનીક ના આધારે કચ્છના રણમાં અને અનેક સરકારી કેમ્પસમાં વૃક્ષોનો ઉછેર કરવામાં આવ્યો છે. મિયાવાકી પદ્ઘતિમાં બે ફૂટ પહોળા અને 30 ફૂટ લાંબી પટ્ટીમાં 100 થી વધુ છોડ રોપી શકાય છે.આ પદ્ધતિની ખાસીયત એ છે કે ખુબ ઓછા ખર્ચે 10 ગણી ઝડપથી વૃક્ષો ઉછેરી શકાય છે અને વૃક્ષોનો ઘેરાવો પણ વધુ હોય છે સાથેજ તડકાની ખાસ અસર થતી નથી. મિયા વાકી પદ્ઘતિથી ખુબ સફળતા સાથે વૃક્ષો લીલાછમ રહી શકે છે તેમજ ઓકસીજન પાર્ક તરીકે ઉપયોગ થઈ શકે છે

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version