દક્ષિણ મુંબઈમાં આવેલ જાણીતી ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ લાગી છે. મુંબઈની ફેશન સ્ટ્રીટ રેડીમેડ કપડા માટેનું પ્રખ્યાત બજાર છે. આવી જ એક કપડાની દુકાનમાંથી 12 વાગ્યાની આસપાસ આગ લાગી હતી અને ઘણી દુકાનોમાં ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયરની 6 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. પ્રાથમિક માહિતી મુજબ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી.હવે આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. પરંતુ 15 થી 20 દુકાનો સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.આ આગની ઘટનામાં જાનમાલની હાની નથી પહોંચી પરંતુ લગભગ 15 -20 જેટલી દુકાનો બળીને ખાખ થઈ જતા મોટાપાયે આર્થિક નુકસાનની વકી સેવવામાં આવી રહી છે. આગની સૂચના મળતા પોલીસ ટીમ અને અને બીએમસીના કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આજે બપોરે 12 વાગ્યાની આસપાસ સૌથી પહેલા એક દુકાનમાંથી ધુમાડો નીકળવાની શરુઆત થઈ હતી અને કોઈ કંઈ સમજે તે પહેલા આગ લાગી ગઈ હતી. જોત જોતામાં આ આગે વિકરાળ સ્વરુપ પકડી લીધું હતું.
મુંબઈની વિશ્વ વિખ્યાત ફેશન સ્ટ્રીટમાં ભીષણ આગ, અનેક દુકાનો બળીને ખાખ
RELATED ARTICLES