- બન્ને યુવાનો સેનામાં પ્રવેશ અંગે નિષ્ફળ ગયા….
- વિવિઘ તપાસ એજન્સીઓની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી સંભાવના…
ભારતીય સેનામાં પ્રવેશ મેળવવા માટે બે યુવાનોએ પોતાની સાચી હકીકત છુપાવી હોવાનો કિસ્સો સપાટી પર આવતાં હલચલ મચી ગઇ હતી. ઉત્તર પ્રદેશનાં બરેલીનાં વતની એવા બે મુસ્લિમ યુવાનોએ હિન્દુ તરીકેની ઓળખ આપી ભારતીય સેનામાં જોડાવવા અંગેનો પ્રયાસ કર્યો હતો. જૉકે આ પ્રયાસ નિષ્ફળ સાબિત થયો હતો. બે યુવાનો પૈકી એક યુવાન સેનામાં જોડાવવા માટે જરૂરી એવી તબીબી પરીક્ષણમાં પકડાઈ જવાની બીકે ઉપસ્થિત રહ્યો ન હતો જ્યારે બીજો યુવાન તબીબી પરીક્ષણમાં પકડાઈ ગયો હતો. આ અગાઉ પણ આ યુવાનોએ હિન્દુ બની સેનામાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હિન્દુ બની મુસ્લિમ યુવાનો શા માટે સેનામાં ભરતી થવા માંગે છે તેમજ બોગસ દસ્તાવેજ બનાવવા અંગે કોણે કોણે મદદ કરી તે માટે તપાસ એજન્સીઓ કડક પૂછપરછ કરી રહી છે. આ તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતોનો પર્દાફાસ થાય તેવી સંભાવના જણાઈ રહી છે.