Published By:-Bhavika Sasiya
- સાપુતારામાં એક મહિના સુધી પર્યટકો માટે પ્રકૃતિ, સંસ્કૃતિ, અને પ્રગતિનો ત્રિવેણીનો સંગમ…
રાજ્યના સાપુતારા ને ગુજરાત નું હિલ સ્ટેશન માનવામાં આવે છે. સાપુતારાનું સૌંદર્ય અત્યારે સોળે કળાએ ખીલ્યું છે. સાપુતારાના પ્રાકૃતિક સૌંદર્યનો લોકો આનંદ માણી શકે માટે રાજ્ય સરકારના પ્રવાસન નિગમ અને વન વિભાગ દ્વારા ‘મેઘ મલ્હાર’ પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સાપુતારા ખાતે શરૂ કરવામાં આવેલ ‘મેઘ મલ્હાર પર્વ-2023’ એક માસ સુધી ચાલશે એક માસ ચાલનારા ‘મેઘ મલ્હાર પર્વ’ દરમિયાન પર્યટકો અનેકવિધ મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકશે.
ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિ, સંસ્કૃતિ, અને પ્રગતિનો ત્રિવેણી સંગમરચાયો છે સાપુતારાની પ્રકૃતિના જતન સંવર્ધન સાથે અહીં પ્રગતિના કાર્યો હાથ ધરાયા છે. સાપુતારા સહિત સમગ્ર ડાંગ જિલ્લાના ચોમાસાના માહોલને માણવા સાથે, મેઘ મલ્હાર પર્વનુ સુભગ મિલન થતા અહીં સોનામા સુગંધ ભળી છે. સાપુતારાની મુલાકાત લોકો માટે જીવનભરનું સુખદ સંભારણું બની રહે માટે પ્રવાસીઓ માટે આ પર્વ દરમ્યાન વિવિધ પ્રવૃત્તિઓ રાખવામાં આવી છે.
સાથે પ્રવાસીઓગિરિમાળાના તમામ નૈસર્ગીક સ્થળની મુલાકા લે માટે તમામ જરૂરી સુખ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે મેઘમલ્હાર પર્વ દરમિયાનઆર્ટ ગેલેરી વર્કશોપ, ફોટોગ્રાફી, આર્ટ પેઇન્ટિંગ, બામ્બુ ક્રાફ્ટટિંગ, વારલી પેઇન્ટિંગ, યોગા ક્લાસીસ, કવીઝ કોન્ટેસ્ટ, સેમિનાર, રંગોળી સ્પર્ધા, મ્યુઝિકલ લર્નિંગ કોમ્પિટિશન, ફોટોગ્રાફી કોમ્પિટિશન, વિવિધ રમત સ્પર્ધાઓ, મનોરંજક પ્રવૃત્તિઓ વિગેરેમા પણ ભાગ લેવાનો પ્રવાસીઓનેમોકો મળશે.સાથે વિવિધ સ્પર્ધા, રેઇન રન મેરેથોન, બોટ રેસિંગ, તથા નેચર ટ્રેઝર હન્ટના વિશેષ કાર્યક્રમોનુ પણ આયોજન કરાયુ છે…..