Published by : Rana Kajal
- જૉકે તંત્રના જણાવ્યા અનુસાર ચારધામ યાત્રા અંગે હાલ કોઇ ખતરો નહી…
યાત્રાધામ એવા બદ્રીનાથમાં 424 કરોડ રૂપિયાના માસ્ટર પ્લાન ના અમલના પગલે કરવામા આવેલી તોડફોડના પગલે બદ્રીનાથમાં જમીન ઍક ફૂટ સુધી ધસી પડી હતી.તેમજ ભૂસ્ખલન પણ થયુ હતું આ કારણે યાત્રાધામના બજારમાં કેટલીક દુકાનો હટાવી લેવામા આવી હતી. સાથેજ બજારમાં લોકોની અવરજવર નિયંત્રિત કરવામા આવી હતી. ઉત્તરાખંડ ના જોષીમઠમાં ખુબ મોટી સંખ્યામાં મકાનોના દીવાલોમાં તિરાડો પડયા બાદ જોશીમઠ થી માંડ 45 કિમી દુર આવેલ બદ્રીનાથ યાત્રાધામમાં પણ એક ફૂટ સુધી જમીન ધસી ગઇ હતી. અને અન્ય સમસ્યાઓ પણ સર્જાય રહી છે. જોકે હાલ તુરત ચાર ધામ યાત્રાને કોઇ ખતરો નથી. એમ તંત્રએ જણાવ્યુ હતુ. જૉકે જો આ સમસ્યા અંગે સમયસર યોગ્ય કાર્યવાહી નહી કરવામા આવે તો આવનાર દિવસોમા ચારધામ યાત્રામાં સમસ્યા સર્જાઈ શકે છે.