ઘણા લાંબા સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે ત્યારે યુક્રેનમાં તબાહીનો સિલસિલો હજી ચાલુ જ રહયો છે જેમ કે તાજેતરમાં યુક્રેનમાં 50 એપાર્ટમેન્ટ અને 20 મકાનોને નુકસાન થયું હતું જેમાં 17 લોકોનાં મોત નીપજ્યા હતા. આ અંગે અનાતોલી કુર્તેવએ ટેલિગ્રામ એપ્લિકેશન પર જણાવ્યું હતુ કે તા 9 ઓક્ટોબરની રાતે રોકેટ હુમલા કરવામાં આવ્યા હતા જેમાં ઓછામાં ઓછા 20 મકાનો અને 50 એપાર્ટમેન્ટને નુકસાન થયુ છે. ઓછામાં ઓછા 20 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા આ અંગે વિગતે જોતા યુક્રેનના ઝાપોરિઝ્ઝ્યા શહેરમાં રવિવારે રાત્રે એક એપાર્ટમેન્ટ પર રશિયન હુમલામાં ઓછામાં ઓછા 17 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા છે.
તે સાથે યુક્રેનની સેનાએ પણ હુમલાની પુષ્ટિ કરતા કહ્યું કે ડઝનેક લોકો ઘાયલ થયા છે. ટેત્યાના લાઝુન્કો, 73 અને તેના પતિ ઓલેશ્કી, જેઓ હુમલો કરવામાં આવ્યો હતો તે ઈમારતોમાંથી એકમાં રહેતા હતા, જ્યારે તેઓએ હુમલા વિશે ચેતવણી આપતા સાયરન સાંભળ્યા, ત્યારે એપાર્ટમેન્ટના ઉપરના માળે છુપાઈ ગયા. જો કે બ્લાસ્ટમાં તેમનો જીવ બચી ગયો હતો, પરંતુ ભય હજુ પણ યથાવત છે. એમ આ પતિ પત્નીએ જણાવ્યુ હતું
લાઝુન્કોએ કહ્યું ‘એક વિસ્ફોટ થયો હતો. બધુ ધ્રૂજી રહ્યું હતુ. બધું તૂટી ગયું અને હું માત્ર ચીસો પાડી રહી હતી.’ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દમિર ઝેલેન્સકીએ ટેલિગ્રામ એપ પર લખ્યું, ફરી એકવાર મધ્યરાત્રિએ ઝાપોરિઝ્ઝ્યા પર હુમલો થયો. ફરી એકવાર નાગરિકો અને રહેણાંક મકાનોને નિશાન બનાવવામાં આવ્યા. જેણે આદેશ આપ્યો, જેણે અમલ કર્યો, તેણે જવાબ આપવો પડશે. તેવી ચેતવણી પણ યુક્રેનના પ્રમુખે આપી હતી. તે સાથે વિસ્ફોટના કલાકો પછી રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે રશિયન નૌકાદળના વડા સર્ગેઈ સુરોવિકિન હવેથી યુક્રેનમાં તમામ રશિયન સૈનિકોનું નેતૃત્વ કરશે.