યુનાઈટેડ નેશન્સ અનુસાર આજે વિશ્વમાં માણસોની સંખ્યા 8 અબજ સુધી પહોંચી ગઈ છે. વિશ્વમાં માનવ વસવાટ એટલો મોટો થઈ ગઈ છે કે આવનારા સમયમાં તમામ જરૂરિયાતની વસ્તુઓમાં કિલ્લત આવી શકે છે. યુનાઈટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ પોપ્યુલેશને જણાવ્યું હતું કે આગામી દાયકાઓમાં વસ્તી વધતી રહેશે, 2050 સુધીમાં આયુષ્ય વધીને સરેરાશ 77.2 વર્ષ થશે. 15 નવેમ્બર સુધીમાં, પૃથ્વી પર મનુષ્યોની સંખ્યા વધીને આઠ અબજ થઈ જશે. ભારત માટે ખતરાની ઘંટડી વાગી રહી છે, કારણ કે એવો અંદાજ છે કે દેશની વસ્તી સતત વધશે અને 2050 સુધીમાં તે 1.7 અબજને પાર કરી શકે છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, 2021 માં, સરેરાશ પ્રજનન દર સ્ત્રી દીઠ 2.3 બાળકો હતા, જે 1950 માં લગભગ પાંચ કરતા ઓછા હતા, જે 2050 સુધીમાં ઘટીને 2.1 થઈ જશે.
2086ના વર્ષમાં દુનિયાની વસતી 10.6 અજબને પાર થઈ જશે
એક્સપર્ટનું માનવામાં આવે તો સદીમાંએક સમય એવો પણ આવશે કે જ્યારે વસ્તીનો ગ્રોથ સ્થિર થઈ જાય અને પછી ધીમે ધીમે તેમાં ઘટાડો જોવા મળશે. પરંતુ છેલ્લા 48 વર્ષમાં વસતીનો જે રીતે વધારો થયો તે ચોંકાવનારો છે. દુનિયાની વસતી 1974માં 4 અબજ હતી જે હવે 8 અબજને પાર થઈ ગઈ છે.
2050 માં 9.7 અબજ વસતી થશે.
યુનાઈટેડ નેશન્સ આગાહી કરે છે કે વિશ્વની વસ્તી 2030 માં લગભગ 8.5 અબજ, 2050 માં 9.7 અબજ અને 2080 માં લગભગ 10.4 અબજ સુધી વધી જશે. જુદા જુદા પ્રદેશોમાં સરેરાશ ઉંમર પણ અલગ છે. સરેરાશ ઉંમર હાલમાં યુરોપમાં 41.7 વર્ષ છે જ્યારે સબ-સહારન આફ્રિકામાં 17.6 વર્ષ છે. સ્નો કહે છે કે આ અંતર આજના જેટલું મોટું ક્યારેય નહોતું. આ સંખ્યા અલગ હોઈ શકે છે, પરંતુ ભૂતકાળની જેમ નહીં જ્યારે દેશોની સરેરાશ ઉંમર મોટાભાગે નાની હતી. મિસ સ્નો આગળ કહે છે કે ભવિષ્યમાં તે કદાચ વધવાની શક્યતા હોઈ શકે છે.