Home Election 2022 રવિન્દ્રસિંહ જાડેજાએ પત્ની રિવાબા જાડેજા માટે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો…

રવિન્દ્રસિંહ જાડેજાએ પત્ની રિવાબા જાડેજા માટે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો…

0

Published by : Rana Kajal

જામનગરમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામી છે ત્યારે જામનગર 78 બેઠક પર રિવાબા જાડેજા ભાજપ તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. રિવાબાની આ પ્રથમ ચૂંટણી છે. અત્યાર સુધી આ બેઠક પર હકુભા જાડેજા લડતા હતા. હવે ભાજપે રિવાબાને મેદાને ઉતાર્યા છે. આજે તેમણે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યુ છે. ત્યારે ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાએ પત્ની માટે પ્રચાર શરુ કર્યો છે. રવિન્દ્રસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરી પત્ની રિવાબા જાહેજા માટે અપીલ કરી છે.

રવિન્દ્રસિંહે જણાવ્યુ છે કે વિધાનસભા ચૂંટણીમાં ભાજપે મારા પત્ની રિવાબા પર ઉમેદવારીનો કળશ ઢોળ્યો છે. તે 14 નવેમ્બરે ફોર્મ ભરવા જઇ રહ્યા છે. ત્યારે જામનગરની જનતા, ભાજપ અને ક્રિકેટ પ્રેમીઓને શોભે તેવો માહોલ બનાવવાની જવાબદારી તમારા સૌ પર હોવાનું જણાવ્યુ. ઉમેદવારી પત્ર ભરતા સમયે સૌ લોકોને સાથ આપવા માટે આવવા રવિન્દ્રસિંહે અપીલ કરી હતી.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version