રશિયાની સરકારી એજન્સીએ કરેલ દાવા મુજબ રશિયા પાસેથી હશિયાર ખરીદવાના મામલે ભારત સમગ્ર દુનિયામાં પ્રથમ ક્રમાંકે છે. રશિયાએ છેલ્લા 5 વર્ષમાં 13 બિલિયન ડોલર એટલે કે 1 લાખ કરોડ રુપિયાના શસ્ત્રો ભારતને સપ્લાય કર્યા છે. ભારત એક એવો માત્ર દેશ છે કે જે રશિયા પાસેથી 20 ટકા હથિયાર ખરીદી રહ્યું છે. યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર લાદવામાં આવેલા પ્રતિબંધોની પણ બંને દેશોમાં શસ્ત્રોની ખરીદી પર કોઈ અસર થઈ નથી.
મિલિટરી ટેકનિકલ કોર્પોરેશન માટે રશિયાની ફેડરલ સર્વિસના વડા દિમિત્રી શુગાયવે જણાવ્યું કે ભારત સિવાય ચીન અને દક્ષિણ પૂર્વ એશિયાના ઘણા દેશોએ રશિયા પાસેથી હથિયાર ખરીદવામાં પોતાનો રસ ઓછો કર્યો નથી. શુગાયવે એ પણ કહ્યુ હતુ કે અમેરિકા અને પશ્ચિમી દેશોએ ભારત પર રશિયા પાસેથી હથિયાર ન ખરીદવા માટે ઘણું દબાણ કર્યું હતું. જો કે, ભારતે આ દબાણોને વશ થયા નહીં અને બંને દેશો વચ્ચેના સંબંધો જાળવી રાખ્યા. તેમણે એ પણ જણાવ્યું કે એશિયાઈ દેશોને રશિયાના કેટલાક પસંદ કરેલા હથિયારોમાં વધુ રસ છે.
વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે વર્ષોની ભાગીદારી છે. જેના કારણે ભારતને ઘણો ફાયદો થયો છે. જ્યારે પશ્ચિમી દેશો પાકિસ્તાન જેવી લશ્કરી સરમુખત્યાર શાહીને ટેકો આપતા હતા ત્યારે રશિયાએ આપણને શસ્ત્રો પૂરા પાડ્યા હતા. ભારત કોઈના દબાણમાં નહીં આવીને પોતાના હિતોને ધ્યાનમાં રાખીને નિર્ણય લેશે