Home News Update My Gujarat રાજભવન પાસે દીપડાની લટાર…દીપડાનું પગેરૂ શોધવા વનવિભાગે જંગલ ખુંદી નાખ્યું…

રાજભવન પાસે દીપડાની લટાર…દીપડાનું પગેરૂ શોધવા વનવિભાગે જંગલ ખુંદી નાખ્યું…

0

Published by : Anu Shukla

ગાંધીનગર ખાતે રાજ ભવન વિસ્તારમા દીપડાએ લટાર મારી હતી. જૉકે ફોરેસ્ટ વિભાગ દ્વારા ઘણી શોધખોળ કરી હોવા છતાં દીપડાના સગડ મળ્યા ન હતા. ગાંધીનગરના રાજભવન સ્ટાફ ક્વાર્ટસથી સરિતા ઉધાન વિસ્તારમાં ગઈકાલે રાત્રિના સમયે દીપડાએ દેખા દીધી હતી. સલામતી શાખાના કમાન્ડોએ દીપડાને નજરે જોયો હતો. જેથી આ ઘટનાની જાણ વન વિભાગની ટીમને થતા સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. ગઈકાલે રાત્રે અત્રેના વિસ્તારમાં તપાસ કર્યા પછી આજ સવારથી જ દીપડાની સઘળ મેળવવા વનવિભાગે જંગલ ખુંદી નાખ્યું હતું

દીપડાને નજરે જોનાર

સાબરમતી નદીના તટ વિસ્તારમાં દીપડો દેખાયો હતો. સરિતા ઉધાન વિસ્તારમાં દીપડાને નજરે જોનાર સલામતી શાખાના કમાન્ડો ભગીરથસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, રાજભવન એન્ટ્રી ગેટ ખાતે મારી ડયુટી છે. ગઈકાલે નોકરી પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યો હતો. ત્યારે સર્કિટ હાઉસ પાસે એક માર્ગ અકસ્માત થયો હતો. જેથી હું થોડી વખત ત્યાં ઊભો રહી ગયો હતો. બાદમાં ઘરે જવા રવાના થયો હતો. ત્યારે મને પથરીની તકલીફ હોવાથી હું લઘુશંકા કરવા જઈ રહ્યો હતો. સંસ્કૃતિ કુંજનાં ગેટથી નજીક બાઈક પાર્ક કર્યું હતું અને લઘુશંકા કરવા ઊભો એ દરમિયાન મેં દિપડો જોયો હતો. આ અંગે સરિતા ઉધાન તેમજ મારી ફરજના સ્થળે પણ જાણ કરી હતી.

બીજી તરફ રાજભવનથી સરિતા ઉધાન વિસ્તારમાં દીપડો દેખાયો હોવાની જાણ થતાં વન વિભાગની ટીમ દ્વારા રાત્રે જ અત્રેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું હતું. કલાકો સુધી સર્ચ ઓપરેશન કર્યા પછી દીપડાના સગડ મળ્યા ન હતા. જેનાં પગલે આજે સવારથી જ વન તંત્રની ટીમ દ્વારા પુનઃ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ અંગે વન વિભાગના એસીએફ ચંદ્રેશભાઈએ જણાવ્યું હતું કે, ગઈકાલે રાતે દીપડો દેખાયાના મેસેજ મળતાં જ ટીમ દ્વારા રાજભવન થી સરિતા ઉધાન વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ દીપડાના કોઈ નિશાન મળ્યાં ન હતા. જેનાં પગલે આજે સવારથી જ ટીમ દ્વારા ફરીવાર સરિતા ઉધાન થી માંડીને સાબરમતી તટ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. હાલમાં એક ટીમ દ્વારા સર્ચ ચાલી રહ્યું છે. જરૂર જણાશે તો વધુ ટીમોને પણ અત્રેના વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરવા માટે કામે લગાડી દેવામાં આવશે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version