Published By : Parul Patel
ભારત જેવા આર્થિક દ્વષ્ટિએ મજબુત ન ગણાતા દેશમાં રાજ્યસભાના સાંસદોના પગાર, સુવિધા પાછળ રૂ 200 કરોડ કરતા વધુ ખર્ચ કર્યો હોવાનું જણાયું છે. RTI ના જવાબમાં રાજ્ય સચિવાલય દ્વારા આ મહિતી આપવામાં આવી હતી.
રાજ્ય સભાના સાંસદો પાછળ રૂ 200 કરોડ કરતા વધુનો કરવામાં આવતા ખર્ચની વિગત જોતા વર્ષ 2021- 22 માં કોવિડ મહામારી બાદ રાજ્યસભાના સભ્યો માટે રૂ 97 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જેમાં રૂ 28.5 કરોડ સ્થાનિક મુસાફરી માટે જ્યારે રૂ 1.28 કરોડ આંતર રાષ્ટ્રીય મુસાફરી માટે ખર્ચવામાં આવ્યા હતા. જ્યારે રૂ 57.6 કરોડ સાંસદોના પગાર, રૂ 17 લાખ મેડીકલ બિલ તેમજ રૂ 7.5 કરોડ સાંસદોની ઓફિસ અંગે ખર્ચ કરવામાં આવ્યા છે. તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સહાય અંગે રૂ 1.2 કરોડની સાંસદોને ફાળવણી કરવામાં આવી હતી. આમ કરોડો રૂપિયાનો ખર્ચ રાજ્યસભાના અને લોકસભાના સાંસદો પાછળ કરવામાં આવે છે. આવો જંગી ખર્ચ કરવામાં આવતો હોવા છતાં રાજ્ય સભા અને લોકસભાના નિર્ધારિત સત્ર દરમિયાન ખુબ ઓછા દિવસો અને કલાકો લોકસભા અને રાજ્યસભાનુ કામકાજ ચાલતુ હોય પ્રજાના કામો અંગે સમયસર નિર્ણય લઈ શકાતો નથી.