Home Top News Life Style રાષ્ટ્રીય પક્ષી મોરના પીંછા છે અમૂલ્ય…

રાષ્ટ્રીય પક્ષી મોરના પીંછા છે અમૂલ્ય…

0

Published By:-Bhavika Sasiya

  • મોર પિંછથી મળશે રાહુદોષથી મુક્તિ, ઘરમાં પણ વધશે સમૃદ્ધિ
  • ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવાં મોર પિંછનુ મહત્વ ખુબ છે જેમકે ઘરમાં નકારાત્મક ઉર્જાને દૂર કરે છે મોરપીંછ
  • મોરપીંછને ઘરમાં સાચી દિશામાં રાખવામાં આવે તો થાય છે અનેક લાભ
  • તીજોરીમાં મોરપીંછને વીંટીને રાખવાથી આર્થિક સ્થિતિ બને છે મજબૂત

વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર જીવનમાં આવતી સમસ્યાઓને ઉકેલવામાં મદદરૂપ થઈ શકે છે. જેનું અનુશરણ કરવાથી અમુક સમસ્યાઓમાંથી છુટકારો મેળવી શકાય છે. ત્યારે પ્રકૃતિમાં રહેલી ઘણી એવી વસ્તુઓ છે જેનાથી જીવનમાં આવતી સમસ્યાઓ દૂર થઈ શકે છે એટલું જ નહીં ઘરની તરક્કી પણ વધવા લાગે છે અને કુંડળીમાં રાહુના નકારાત્મક પ્રભાવને પણ ઓછો કરી શકાય છે. જેમા મોરપિંછ નો પણ સમાવેશ થાય છે.આ મોરપીંછને ઘરમાં સાચી દિશામાં રાખવામાં આવે તો અનેક લાભ પ્રાપ્ત થઈ શકે છે. ક્યારેય આર્થિક કટોકટી અનુભવાતી નથી.

વાસ્તુશાસ્ત્ર અનુસાર જે લોકોના ઘરમાં મોરપીંછ હોય તે લોકોના ઘરમાં ફેલાયેલી નકારાત્મક ઊર્જા ધીમે ધીમે દૂર થાય છે અને સકારાત્મકતાના પ્રાણ પુરાય છે. એટલું જ નહીં સંપત્તિમાં પણ વધારો થઈ શકે તેઓ પણ દાવો કરાઈ રહ્યો છે. પરંતુ મોરપીંછને યોગ્ય દિશામાં રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે તેનાથી જ આ પ્રકારના ફાયદા મળી શકે છે. જો તમે ધન મેળવવા ઇચ્છતા હોય તો ઘરની દક્ષિણ દિશામાં તિજોરીમાં મોરપીંછને રાખવું જોઈએ. તેના કારણે ઘરમાં ક્યારેય આર્થિક કટોકટી અનુભવાતી નથી. આ ઉપરાંત ઘરની તીજોરીમાં રેશમી કપડામાં મોરપીંછને વીંટીને રાખવાથી આર્થિક સ્થિતિ મજબૂત બની શકે છે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પૂજા ઘરમાં મોરપીંછ રાખો તો નાહકના ખર્ચામાંથી છુટકારો મળી શકે છે અને ધનમાં વૃદ્ધિ થાય છે. એટલું જ નહીં જે ઘરમાં મોરપીંછ હોય તે ઘરમાં ધનની દેવી મા લક્ષ્‍મી અને વિદ્યાની દેવી મા સરસ્વતી પ્રસન્ન થઈ તે ઘરમાં વાસ કરે તેવું પણ કહેવાય છે. વધુમાં કુંડળીમાંથી રાહુ દોષ પણ દૂર થાય છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version