રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે કહ્યું કે સરકાર અને આરબીઆઈ દક્ષિણ એશિયાઈ દેશો સાથે રૂપિયામાં સીમા પાર વેપાર કરવા માટે ચર્ચા કરી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (CBDC) પરીક્ષણના તબક્કામાં છે અને RBI ડિજિટલ રૂપિયાના મુદ્દા પર ખૂબ જ સાવધાનીપૂર્વક આગળ વધી રહી છે. IMF કોન્ફરન્સમાં RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે 2022-23 માટે દક્ષિણ એશિયાઈ ક્ષેત્રમાં આંતર-પ્રાદેશિક વેપાર વૃદ્ધિ અને રોજગારની તકોમાં વધારો કરી શકે છે. તેનાથી વૈશ્વિક વેપારનો દૃષ્ટિકોણ મજબૂત થશે. કેન્દ્રીય બેંક અન્ય દેશો સાથે સહકાર માટે સરકારના સંપર્કમાં છે. આરબીઆઈ પહેલેથી જ ક્રોસ બોર્ડર ટ્રેડ અને સીબીડીસી વગેરે જેવા મુદ્દાઓ પર આગળ વધી ચુકી છે. ગવર્નરે કોવિડ, ફુગાવો, નાણાકીય બજારની સખ્તાઈ અને રશિયા-યુક્રેન યુદ્ધથી ઉદ્ભવતા નોંધપાત્ર પડકારોને પહોંચી વળવા દક્ષિણ એશિયાઈ પ્રદેશનો સામનો કરી રહેલી છ નીતિગત પ્રાથમિકતાઓની રૂપરેખા આપી હતી.