Published by : Vanshika Gor
સમગ્ર દેશમા પથરાયેલ રેલ્વે ટ્રેક પર ચોક્કસ કારણોસર અને સલામતી ના હેતુસર પથ્થર પાથરવામાં આવે છે.રેલ્વે ટ્રેક પર નાખવામાં આવેલા આ પથ્થરોને સંયુક્ત રીતે ટ્રેક બેલેસ્ટ કહેવામાં આવે છે અને તેને નાખવાના બે કારણો છે. પહેલું કારણ એ છે કે પત્થરો ટ્રેકની નીચે લાગેલી પટ્ટીઓને એટલે કે સ્લીપર્સને ફેલાતા અટકાવે છે. બીજું કારણ એ છે કે આ પત્થરો ટ્રેનો ચાલવાને કારણે ટ્રેકમાં આવતા વાઇબ્રેશનને પણ ઘટાડે છે. આ સાથે રેલ્વે ટ્રેક પર પથ્થરો નાખવાના કારણે ટ્રેક પર કોઈપણ પ્રકારનું ઘાસ ઉગતું નથી.
શા માટે માત્ર તીક્ષ્ણ પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે? તેના પણ ચોક્કસ કારણો છે.રેલવે ટ્રેક પર માત્ર ધારદાર પથ્થરોનો ઉપયોગ કરવામાં આવે છે. તેની પાછળ પણ એક ખાસ કારણ છે. વાસ્તવમાં, તીક્ષ્ણ પથ્થરો સ્લીપર્સને જકડી રાખે છે અને તેમને ફેલાવવા દેતા નથી. માટે જો તેની જગ્યાએ ગોળ પથ્થરો મૂકવામાં આવે તો તે વાઇબ્રેશનને કારણે સરકી જશે અને તેના કારણે અકસ્માત થઈ શકે છે.