Monday, June 9, 2025
     Covid-19
Html code here! Replace this with any non empty raw html code and that's it.
HomeNews UpdateNation Updateલંડનમાં પ્રાચીન ભારતની સોટી વાગે ચમ ચમ ... નો અમલ થાય તેવી...

લંડનમાં પ્રાચીન ભારતની સોટી વાગે ચમ ચમ … નો અમલ થાય તેવી સંભાવના…

Published by : Anu Shukla

  • લંડનની સ્કૂલો શારીરિક સજાની તરફેણમાં….
  • બાળકોના ઘડતર માટે જરૂરી ગણાવી…
  • જૉકે વિરોધના સૂર પણ ઉઠ્યા….

પ્રાચીન યુગમાં ભારતના ગુરૂ શિષ્યના સંબંધ હતા તે સમયે સોટી વાગે ચમચમ…. ઉક્તિ પ્રચલિત હતી. હવે આ સંસ્કૃતિ બ્રિટનમાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે…

આ બાબતે વિગતે જોતા બ્રિટનની કેટલીક સ્કૂલોમાં એકવાર ફરી અભ્યાસ માટે કડકાઇ શરૂ થશે. ભૂલ થવા પર બાળકોને ઠપકો પણ અપાશે. શારીરિક દંડનો પણ દોર ફરી શરૂ થઇ શકે છે. તેનું કારણ સ્કૂલોમાં સખત અનુશાસનમાં છૂટ બાદ બાળકોનું સતત બગડતું પરિણામ છે. દરમિયાન, કેટલીક ખાનગી સ્કૂલોએ તેના નિરાકરણ માટે જૂના સખત અનુશાસન સાથે અભ્યાસના વિકલ્પનું સૂચન કર્યું છે. તેના માટે ખાનગી સ્કૂલ માતા-પિતા પાસે પરવાનગી માંગીને વધુ ફીસ માંગી રહ્યાં છે.

આ પ્રસ્તાવ ઉત્તર લંડનની મિશેલા કમ્યુનિટી સ્કૂલના પ્રોફેસર કેથરીન બીરબલ સિંહે આપ્યું છે. ત્યારબાદ લંડનમાં દલીલ શરૂ થઇ ચૂકી છે. આ મામલે રાજકારણ શરૂ થઇ ચૂક્યું છે અને દેશ બે ભાગમાં વિભાજીત થઇ ચૂક્યો છે. આ કડકાઇનો વિરોધ કરતા લોકો અનુસાર અમે સ્કૂલોને શિક્ષણના કેન્દ્ર તરીકે જોઇએ છે ન કે સફળતાના રોકેટ લોન્ચિંગ પેડની માફક. બીજી તરફ, આ પદ્ધતિનો વિરોધ કરે છે કે બાળકોની પ્રગતિ માટે શારીરિક દંડનો વિકલ્પ યોગ્ય નથી. તેમની સરાહના, મેરિટ પોઇન્ટ્સ મારફતે પણ તેમને પ્રોત્સાહિત કરી શકાય છે. કેટલાક સમાજશાસ્ત્રી તર્ક રજૂ કરે છે કે વયસ્ક જેને કઠોરતા કહે છે, બાળકો તે અનુશાસન પસંદ કરે છે. તેમને અહેસાસ થાય છે કે તેનાથી તેમની પ્રગતિ અને વિકાસ થશે.

વાસ્તવમાં, ક્લાસરૂમ પોલિટિક્સ બ્રિટનમાં ક્લાસ પોલિટિક્સનો હિસ્સો રહ્યો છે. બ્રિટનમાં અલગ અલગ વર્ગોના લોકોના બાળકો માટે અલગ અલગ સ્કૂલ છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine
100FansLike
300FollowersFollow
400FollowersFollow
700SubscribersSubscribe

Most Popular

Recent Comments

ક્ષિતિજ પંડયા on આજનો દિવસ ઈતિહાસમાં…
ક્ષિતિજ પંડયા on બ્લોગ:નરેશ ઠક્કર,ભરૂચ
error: Content is protected !!