Published by : Rana Kajal
નવાપુરા SSC બોર્ડની ઓફિસ સામે સ્નેહકુંજ સોસાયટીમાં ગોદડિયા વાસમાં રહેતા ધરમ રમેશ ગોદડિયા (ઉં.વ.38) 3 માર્ચના રોજ તેમના ફોઇ સવિતાબેન ઘરેથી નીકળી ગયા હતા. જેથી રાતના તેમની શોધખોળ કરી હતી. પરંતુ તેમનો કોઇ પતો લાગ્યો ન હતો. 9 માર્ચના રોજ મહોલ્લાના જૂના કપડાનો વેપાર કરતા મુકેશ બચુ ગોદડિયાએ યુવકને ફોન કરીને જાણ કરી હતી કે તમારા ફોઇ સવિતાબેન દાંડિયાબજાર વિસ્તારમાં એક દુકાન આગળ મૃત હાલતમાં પડ્યા છે. જેથી યુવકે સ્થળ પર આવીને તપાસ કરતા પોલીસ મહિલાની લાશને એસએસજી હોસ્પિટલમાં દવાખાને લઇ ગયા હતા. જેથી તાત્કાલિક હોસ્પિટલમાં જઇને તપાસ કરતા તેમના ફોઇનો મૃતદેહ હતો. જેથી તેઓએ મૃતદેહનું પીએમ કરાવ્યું હતું. જેમાં માથામાં ગંભીર ઇજા થવાના કારણે મોત નિપજ્યું હોવાનું બહાર આવ્યું હતું. મહિલાના મૃતદેહને અંતિમ વિધિ કરવા માટે સોંપવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશનમાં યુવકને બોલાવી સીસીટીવી ફૂટેજ બતાવી હતી.
જેમાં યુવકના ફોઇ ફૂટપાથ પર સુઇ રહ્યા હતા.તે દરમિયાન રાતના એક વાગ્યાના અરસામાં એક અજાણ્ય શખ્સ તેમની પાસે બેઠો હતો અને તેમની છેડછાડ કરતો હતો. ત્યારબાદ એકાએક ઉઠીને મોટા પથ્થર વડે મહિલાના માથા પર હુમલો કરીને તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. જેથી યુવકે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે હત્યા કરનારની શોધખોળ હાથ ધરી હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા માટે રાવપુરા પોલીસે CCTV તેમજ સર્વેલન્સ સ્ક્વોડની મદદ લીધી હતી. જેમાં પોલીસ આરોપી સુધી પહોંચવામાં સફળ રહી હતી.રાવપુરા પોલીસ મથકના પી.આઈ એમ. કે. કટારીયા તેમજ પીએસઆઇ આર. બી. ચૌહાણની ટીમ દ્વારા તમામ પુરાવાઓ એકત્ર કરીને હત્યારા નઝીર ઉર્ફ ટકલો રહીમ શેખની ધરપકડ કરી હતી.
( ઇનપુટ : જીતેન્દ્ર રાજપુત , વડોદરા )