- સયાજીગંજ પોલીસ સ્ટેશન પાસેથી જ મળ્યો હતો મૃતદેહ
- પોલીસે ગણતરી ના કલાકોમા હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો
વડોદરામાં માંજલપુર વિસ્તારના યુવાનને ૧૯ વર્ષીય યુવાનને મોતને ઘાટ ઉતારી દઈ તેની લાશ સયાજીગંજ અલંકાર ટાવરના બેઝમેન્ટમાં ફેકી દેવાઈ
વડોદરામાં મોડી રાત્રે રહસ્યમય રીતે ગુમ થયેલા માંજલપુર વિસ્તારના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાયો છે. યુવકની ફેંકી દેવાયેલી લાશ સયાજીગંજ અલંકાર ટાવરમાંથી મળી આવતાં સનસનાટી મચી ગઈ હતી. દક્ષ પટેલ નામનો મૃતક યુવાન એમ.એસ. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો.
વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા 19 વર્ષીય દક્ષ પટેલ એમ એસ યુનીવર્સીટીમાં અભ્યાસ કરે છે. તે ગત રાત્રે 11 વાગ્યાથી એક્ટિવા લઈને ઘરેથી નીકળ્યો હતો. પરંતુ સવાર સુધી ઘરે પરત ફર્યો હતો. જેને પગલે પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા.પરિવારે આ અંગે માંજલપુર પોલીસ સ્ટેશનમાં પુત્ર ગુમ થયા હોવાની જાણકારી આપી હતી. પરિવારે પોલીસને જાણ કરતાં માંજલપુર પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને દક્ષ પટેલની શોધખોળ શરૂ કરી હતી. પોલીસને તપાસ દરમિયાન સયાજીગંજ વિસ્તારમાં આવેલા અલંકાર ટાવર પાસેથી દક્ષ પટેલનું એક્ટિવા મળી આવ્યું હતું.

તો તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અલંકાર ટાવરમાં આવેલા ખંડેર જેવા બેઝમેન્ટમાં એક લાશ પડી છે.જેવી બાતમીના આધારે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ કરતાં બેઝમેન્ટમાં લાલ રંગના નાયલોનની દોરી જેવી વસ્તુથી પગ બાંધેલી હાલતમાં એક લાશ મળી આવી હતી.

પોલીસે આ અંગે તપાસ કરતાં લાશ ગુમ થયેલા દક્ષ પટેલની હોવાનું સામે આવ્યું હતું.પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસ દરમિયાન દક્ષ પટેલનો હત્યારો ખુદ તેનો ખાસ મિત્ર પાર્થ કોઠારી હોવાનો ખુલાસો થયો હતો. હત્યા કર્યા બાદ પાર્થ કોઠારીએ છરી અને સેન્ડલ વિશ્વામિત્રી નદીમાં ફેંકી દીધા હતા. હત્યા કરવા પાર્થે યુટ્યુબ તેમજ વેબ સિરીઝ જોઈ તાલીમ મેળવી હોવાનું જણાવ્યું હતું. ચાલ કીડનેપિંગ થીમ પર ફોટો પાડીએ કહી પાર્થે મિત્ર દક્ષ ની હત્યા કરી નાખી હતી.
(ઈનપુટ : જીતેન્દ્ર રાજપૂત, વડોદરા)