Home News Update વડોદરા : અલકાપુરી વિસ્તારમાં વારંવાર દૂધની ચોરી થતી હોવાની ઘટના સામે આવી,...

વડોદરા : અલકાપુરી વિસ્તારમાં વારંવાર દૂધની ચોરી થતી હોવાની ઘટના સામે આવી, સીસીટીવી હોવા છતાં ચોર પોલીસ પકડથી દૂર…

0

Published By : Disha PJB

અલકાપુરી વિસ્તારમાં સામેની ગલીમાં ચાર રસ્તા નજીક એક દુકાનવાળાને ત્યાં અવર નવર દૂધની ચોરી થતી હોવાની ઘટના સામે આવી છે. અલકાપુરી વિસ્તારમાં ચા વેચીને પોતાનું ગુજરાન ચલાવતા ચા વાળાને ત્યાં ફરીવાર આજે વહેલી સવારે 6 કેરેટ દૂધ ચોર લઈને પલાયન થઈ ગયા હતા. આ અગાઉ બે દિવસ પહેલા જ અહીંયાથી ત્રણ કેરેટ દૂધ ચોરાયું હતું.

ચા વેચીને ગુજરાન ચલાવતા મધ્યમ વર્ગના ચા વાળા ભાઈ વાત કરતા કરતા ભાવુક થઈ ગયા અને કહ્યું મારી ત્યાં અવારનવાર દૂધ ચોરાઈ જાય છે પોલીસ દ્વારા સીસીટીવી હોવા છતાં કેમ આ દૂધ ચોર પોલીસ પકડથી દૂર છે એ સમજાતું નથી.

https://narmadanews.co.in/wp-content/uploads/2023/07/VID-20230704-WA0037.mp4

સયાજીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરતી પોલીસ પર પણ સવાલો ઉઠ્યા. એક જ દુકાનદાર કેમ વારે ઘડીએ ચોરીનો ભોગ બની રહ્યા છે. પોલીસ આ ચોરથી ક્યારે છુટકારો અપાવશે તે સવાલ ઉદ્દભવી રહ્યો છે.

ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version