Home News Update My Gujarat વડોદરા : ભાયલી વિસ્તારમાં મોડી રાતે મગરે દેખા દેતા સ્થાનિક રહીશોમાં ફફડાટ,...

વડોદરા : ભાયલી વિસ્તારમાં મોડી રાતે મગરે દેખા દેતા સ્થાનિક રહીશોમાં ફફડાટ, વનવિભાગ દ્વારા રેસ્કયુ કરવામાં આવ્યું.

0

Published By : Disha PJB

ચોમાસાની ઋતુમાં અવાર નવાર જળચર પ્રાણીઓ શહેરી વિસ્તારમાં આવી જવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના વડોદરા એક વિસ્તારમાં પ્રકાશમાં આવી હતી. વડોદરાના ભાયલી વિસ્તારમાં ગત મોડી રાતે એક મગર રોડ ઉપર ઉતરી આવ્યો આવ્યો હતો. જેને વનવિભાગ દ્વારા રેસ્ક્યું કરવામાં આવ્યો હતો.

ચોમાસા દરમિયાન વડોદરા વિસ્તારમાં અનેક વખત મગરમચ્છ રોડ પર ફરવા નીકળતા હોય છે. ત્યારે હાલ ચોમાસાનો માહોલ જામ્યો છે ત્યારે વિસ્તારમાં ગઈકાલે રાતે 10 ફૂટનો વિશાળ મગરમચ્છ રોડ ઉપર ફરતો જોવા મળ્યો હતો

https://narmadanews.co.in/wp-content/uploads/2023/06/VID-20230630-WA0012.mp4

આ અંગેની જાણ સ્થાનિકો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી જેના આધારે વન વિભાગ તથા વાઇલ્ડ લાઇફ રેસક્યું ટીમ દ્વારા આ મગરમચ્છનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું અને તેને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. મગરમચ્છના રેસ્ક્યુના લાઈવ દ્રશ્યો વીડિયોમાં કેદ થયા હતા.

ઇનપુટ : દિગ્વિજય પાઠક, વડોદરા.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version