Published By : Parul Patel
બીડબલ્યુએઆઈ (BWAI-Black Women Agenda) દ્વારા દમણમાં તાજેતરમાં જ બિગેસ્ટ સેમિનાર કમ કોમ્પીટીશન ઓફ સાઉથ ગુજરાત બ્યુટી ક્વિનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનાર કમ કોમ્પિટિશનમાં દમણ, વાપી, સુરત, ભરૂચ અને વડોદરાથી કુલ 83 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ મહેંદી, હેર સ્ટાઈલ તથા બ્રાઇડલ લુકમાં પોતાની પ્રતિભા બતાવવાની હતી. બ્રાઇડલ લુકમાં કેટવોક કરીને દરેકે પોતાની પર્સનાલિટી બતાવવાની હતી. 83 સ્પર્ધકોમાંથી વડોદરાથી પ્રતિનિધિ તરીકે જાનકી પટેલે પણ ભાગ લીધો હતો, જેમાં જાનકી પટેલે સાઉથ ગુજરાત ક્વીન ફર્સ્ટ રનર-અપનો ખિતાબ હાંસલ કરી વડોદરા શહેરનું ગૌરવ વધાર્યું હતું.
આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે બોલીવુડ મેકઅપ આર્ટિસ્ટ રાજેશ પાટીલના હસ્તે તમામ સ્પર્ધકો તથા વિજેતાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.