ગત તારીખ-૮મી ઓગસ્ટના રોજ અંકલેશ્વરની વાલિયા ચોકડીથી સુરત જવાના માર્ગ ઉપર રાતે 11 વાગ્યાના અરસામાં એસ.ઓ.જી.પી.આઈ. કે.ડી. મંડોરા, જીઆઇડીસી પી.આઈ.રઘુ કરમટીયા ચાર પરપ્રાંતિયો હાથમાં ટ્રાવેલ બેગ સાથે જોતા તેઓને અટકાવ્યા હતા અને ટ્રાવેલ બેગ તપાસ કરતા તેમાંથી સેલોટપથી વિટાળેલા 38 પેકેટ મળી આવ્યા હતા.પોલીસને તેમાંથી 76 કિલો 300 ગ્રામ ગાંજાનો 7.63 લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો અને ચાર પર પરપ્રાંતીયોને ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.
દરમિયાન સુરત પોલીસે એક ઈસમને ઝડપી પાડ્યો હતો જેની પુછપરછ કરતા તે અંકલેશ્વર ખાતે ઝડપાયેલ ગાંજાના જથ્થામાં સંડોવાયેલ હોવાનું જણાવતા પોલીસે જી.આઈ.ડી.સી.પોલીસનો સંપર્ક કરતા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે મૂળ ઓડીશાનો અને હાલ સુરતમાં રહેતો વોન્ટેડ આરોપી રાજેશ ઉર્ફે મેન્તા પ્રધાનની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.