ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટેની તારીખ ટૂંક સમયમાં જાહેર થશે ત્યારે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ દિલ્લી ખાતે જશે અને ત્યાં અંતિમ ઘડીઓની તૈયારીઓ અંગે મંથન કરવામાં આવશે
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તૈયારી માં દરેક પક્ષ લાગી ગયો છે ખાસ કરીને ભાજપા, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કમર કસી રહ્યા છે. ગુજરાતમાં ચૂંટણી ક્યારે યોજાશે તેની જાહેરાત થોડા જ દિવસમાં કરવામાં આવશે ત્યારે રાજ્યના મુખ્ય પ્રધાન અને ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનો દિલ્હી ખાતેનો કાર્યક્રમ નક્કી થયો છે. તેઓ દિલ્હી ખાતે જશે અને હાઈ કમાન્ડ સાથે બેઠક યોજશે. ચૂંટણીમાં અંતિમ સમયે કઈ પ્રકારની રણનીતિ ઘડવી તે અંગેનું પણ મંથન કરવામાં આવશે. આ ઉપરાંત ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ઉપર પણ મંથન કરાશે.