Published By : Patel Shital
- યાત્રીઓને આકર્ષવા માટેની આગવી યોજના…
- કંપનીઓને થશે ફાયદો…
જે યાત્રી વિમાનમાં માત્ર કેબિન બેગ લઈને મુસાફરી કરશે તેમને સસ્તી ટિકિટ આપવાની યોજના વિમાની કંપનીઓ તૈયાર કરી રહી છે. અંગે વધુ વિગતે જોતા યાત્રીઓને આકર્ષિત કરવા માટે વિમાન કંપનીઓ જાત જાતની આકર્ષક ઓફર આપતી રહી છે. હવે ભારતીય વિમાન કંપનીઓ માત્ર કેબિન બેગ સાથે સફર કરનાર યાત્રીને સસ્તા દરે ટિકિટની ઓફર આપવાનું વિચારી રહી છે. આ યોજનાથી નાના વેપારી અને કોર્પોરેટ અધિકારીઓને ફાયદો થશે 40 % ઘરેલુ મુસાફરોને પણ લાભ થશે.
ઓનલાઈન ટ્રાવેલ ઓપરેટરનાં એક અધિકારીના જણાવ્યાં મુજબ હાલ ભારતીય વિમાની કંપનીઓ વિચારી રહી છે કે આ યોજના કયાં રૂટ પર શરૂ કરવામાં આવે. દેશની ઘરેલુ વિમાન કંપની ઈન્ડીગોનું કહેવું છે કે તે આ યોજના પર વિચાર કરી રહી છે. તેમણે જણાવ્યું હતું કે આ યોજનાનો સૌથી વધારે ફાયદો નાના અને મધ્યમ ઉદ્યોગોને થશે. ઈન્ડિગોનું કહેવું છે કે યાત્રીઓની જરૂરિયાત પુરી કરવા માટે તે નિયમોમાં એકરૂપતા લાવવા માટે સમયાંતરે સમીક્ષા કરતું રહેશે. આ પહેલાં વર્ષ 2017 માં આવી જ યોજના લાવવાનો પ્રયાસ થયો હતો પણ તેમાં કંપનીઓને સફળતા ન મળી હતી. એવિએશન રેગ્યુલેટર ડાયરેકટર જનરલ ઓફ સિવીલ એવિએશને આ માંગને ફગાવી દીધી હતી. વર્ષ 2017 માં આ મામલો દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. ત્યારે અદાલતે એર લાઈન્સનાં પક્ષમાં ફેસલો સંભળાવ્યો હતો. હાલ મોટાભાગનાં ઘરેલુ રૂટો પર ઓછા ભાડામાં ઓફર 8 કિલોગ્રામ કેબિન બેગ અને 15-25 કિલોગ્રામવાળા ચેક-ઈન સામાન સુધી છે. કોઈપણ ભારતીય કંપની માત્ર કેબિન બેગ પર ભાડાની ઓફર નથી આપતી. જ્યારે અનેક દેશોમાં આ સુવિધા છે.