પંજાબમાં વર્ષો અગાઉના આતંકવાદના બિહામણા દ્રશ્યો આળસ મરડીને ઉભા થઇ રહ્યા છે. વર્ષો બાદ બનતી આતંકવાદ સમાનની ધટનામા મોડસ ઓપરેન્ડી મા કોઇ ફેરફાર જણાતો નથી. પોલીસ મથકને ઘેરી લેવું તેમને બાનમાં લેવા અને માંગણી સંતોષવા મજબૂર કરવા.. આજ મોડસ ઓપરેન્ડી ધરાવતુ આતંકવાદનું કાળુ ભૂત ફરી ઉભુ થઈ રહ્યુ છે…..
તાજેતરમા પંજાબના અજનાલા પોલીસ સ્ટેશનમાં ઘૂસેલા અમૃતપાલના સમર્થકો સામે પોલીસે કેમ કાર્યવાહી ન કરી? આ ઍક ખૂબ વેધક પ્રશ્ન છે સાથે સાથે પંજાબમાં હાલના આતંકવાદની ઘટનાનું શાંતિના વાતવરણ ને જોખમમાં મૂકતું પ્રથમ પગથીયું છે…. આ પ્રશ્નનો જવાબ પંજાબનાં મુખ્ય મંત્રી માન પાસે છે ખરો..?
પંજાબ પોલીસે ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના પ્રમુખ અમૃતપાલ સિંહના સહયોગી લવપ્રીત સિંહ તુફાનને મુક્ત કર્યો છે.
મુક્ત થયા બાદ લવપ્રીત સિંહે અમૃતપાલનો આભાર માન્યો હતો આ બાબત ખૂબ સૂચક છે તેમજ તેણે એમ પણ કહ્યું હતું કે જેલમાં તેની સાથે સારો વ્યવહાર કરવામાં આવ્યો હતો. તેમ છતાં લવપ્રીત સિંહને મુક્ત કરવાની ધટના ઘણી નાટકીય હતી. તેમજ પંજાબનાં ભવિષ્ય માટે ખોટા સંકેત આપતી ધટના હતી. એમ મનાઇ રહ્યું છે. ગુરુવારે અમૃતસરના અજનલા પોલીસ સ્ટેશનમાં સ્થિતિ ખૂબ જ તંગ બની ગઈ હતી. એમ પણ કહી શકાય કે ફરી એકવાર આતંકવાદ પંજાબમાં ઉભો થયો હોય તેવા ડરામણા દ્રશ્યો સર્જાયા હતા.અમૃતપાલની આગેવાની હેઠળ સેંકડો સમર્થકોએ અજનલા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને લવપ્રીત સિંહની મુક્તિ અને અન્ય પાંચ સાથીઓ સામેના કેસ રદ કરવાની માંગ કરી રહ્યા હતા.
પોલીસ સ્ટેશનમાં એકઠા થયેલા સમર્થકો પાસે મારક હથિયારો હતા બંદૂકો અને લાકડીઓ દેખાઈ રહી હતી. સમર્થકો અને પોલીસ દળો સાથે ઘર્ષણ થયું. આ અથડામણમાં એક પોલીસ અધિકારી સહિત છ પોલીસકર્મી ઘાયલ થયા હતા. સામે કોઇને ઇજા થઇ હોય કે ઘાયલ થયા હોય તેવા કોઇ રિપોર્ટ આવ્યા નથી. શું પોલીસે શાંતીનુ વાતવરણ જાળવવા કે પોલીસે સ્વ બચાવ માટે કોઇ કાર્યવાહી કરી ન હતી…આ પ્રશ્ન હાલ પંજાબ અને દેશમા ચર્ચાઇ રહ્યો છે..