મુસેવાલની હત્યા કેસમાં સંડોવાયેલ બિશનોઈનાં ટાર્ગેટ પર અનેક દિગ્ગજ અભિનેતા હોવાનું બહાર આવ્યું છે. તેને બનાવેલ લીસ્ટમાં સલમાન ખાન પણ હોવાનું બહાર આવ્યું છે. બિશનોઈનું લિસ્ટ જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
તાજેતરમાં થયેલ મુસેવાલાની કરપીણ હત્યાના બનાવમાં સંડોવાયેલ બિશનોઈ ગેંગ દ્વારા અભિનેતા સલમાન ખાનની હત્યા કરવા અંગેનો પણ પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. તેવી ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી હતી. હાલમાં જેલમાં પૂરવામાં આવેલ ગેંગસ્ટર લોરેન્સ બિશનોઈની સૂચના મુજબ ઍક હિટ લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.આ હીઁટ લિસ્ટમાં અભિનેતા સલમાન ખાનનું નામ પણ હોવાથી તપાસ કરનાર પોલિસ તંત્ર અને એજન્સીઓ ચોકી ઉઠ્યું હતું. જૉકે હાલ તુરત અભિનેતા સલમાન ખાનની હત્યા અંગેનો ભય ટળી ગયો છે.