Published By : Disha PJB
શું તમને તમારી સવારની દિનચર્યા શરૂ કરવામાં મુશ્કેલી પડે છે? શું તમે નિરાશ અનુભવો છો? સવારે કોઈ તમારી સાથે વાત કરવાનો પ્રયાસ કરે ત્યારે શું તમે નારાજ થઇ જાઓ છો? જો તમારી સાથે આવું થતું હોય કે તમારી આસપાસની કોઈ વ્યક્તિ આ રીતે વર્તી રહી હોય તો એવું નથી. હકીકતમાં આ મોર્નિંગ ડિપ્રેશન છે. આ બીમારી સાથે ઘણા લોકો ઝઝૂમી રહ્યાં છે.
- ડિપ્રેશનના દર્દીએ ભરપૂર પ્રમાણમાં પાણી પીવું જોઇએ તથા એવાં ફળ અને શાકભાજીનું વધારે સેવન કરવું જોઇએ, જેમાં પાણીનું પ્રમાણ વધારે હોય.
- બિટનું નિયમિત સેવન કરો, તેમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્ત્વો, જેવાં કે વિટામિન, ફોલેટ, મેગ્નેશિયમ વગેરે માનવીના મગજમાં ન્યૂરોટ્રાન્સમીટર્સની જેમ કામ કરે છે, જે ડિપ્રેશનના દર્દીનો મૂડ બદલવાનું કામ કરે છે.
- ભોજનમાં સલાડના રૂપમાં ટામેટાંનું સેવન કરો. ટામેટાંમાં લાઇકોપિન નામનું એિન્ટ-ઓક્સિડેન્ટ છે, જે ડિપ્રેશન સામે લડવામાં મદદરૂપ બને છે. અઠવાડિયામાં ચારથી છ વાર ટામેટાં ખાય છે તેમનામાં ઓછું ડિપ્રેશન જોવા મળે છે.
- જંક ફૂડનું સેવન સમગ્ર રીતે છોડી દેવું આવશ્યક છે.
- બંધ રૂમમાં વ્યક્તિનું મન વધારે મૂંઝાય છે. એટલા માટે ઘરના રૂમમાં બારીઓ મોટી હોવી જોઇએ, જેથી તમે દરરોજ સવારે ઊઠીને સૂર્યપ્રકાશ અને હવાની તાજગીનો અનુભવ કરી શકો.