Published by : Rana Kajal
સુપ્રીમ કોર્ટ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફિટકાર લગાવતા જણાવ્યુ હતુ કે આ સરકારો દ્વારા કરવામા આવતા 40 ટકા કરતાં વધુ કેસો તદ્દન ફાલતુ હોય છે… હાલ જ્યારે દેશમાં અદાલતોમાં પડતર કેસોનું વધું ભારણ છે ત્યારે સુપ્રીમ કોર્ટ એમ જણાવ્યુ છે કે કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા કરવામાં આવતા 40 ટકા કરતાં વધું કેસો ફાલતુ હોય છે .
સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું કે અમુક કેસોમાં તો સરકાર કોઈને દર મહિને રૂ 700 આપવા તૈયાર હોતી નથી પરંતુ તે અંગે કેન્દ્ર અને રાજ્ય સરકારો કેસો લડે છે. તેથી કરદાતાઓના પૈસામાંથી રૂ 7 લાખ પણ ખર્ચવા તૈયાર થઇ જાય છે . તા 1એપ્રિલ 2023ની સ્થિતિએ સુપ્રીમ કોર્ટમાં 68.847 જ્યારે દેશની 25 હાઈકોર્ટમાં 60.76 લાખ કેસો પડતર હતા. જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ સંજય કરોલને સમાવતી બેન્ચે ઉમેર્યું હતું કે સરકારોએ બીન જરૂરી કેસો કેસો ટાળવા જોઈએ.